For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં હાફિઝ સઈદ સહિત 13 જેટલા કુખ્યાત આતંકવાદીઓ આશ્રય લઈ રહ્યાં છે...

03:10 PM Jul 08, 2025 IST | revoi editor
પાકિસ્તાનમાં હાફિઝ સઈદ સહિત 13 જેટલા કુખ્યાત આતંકવાદીઓ આશ્રય લઈ રહ્યાં છે
Advertisement

પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાન અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોને ટેકો આપે છે. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકામાં થયેલા 9/11ના હુમલાએ વિશ્વભરને હતો. આ હુમલાનો માસ્ટર માઈન્ડ કુખ્યાત આતંકવાદી લાદેનને પણ અમેરિકી આર્મીએ પાકિસ્તાનમાં જ શોધીને ઠાર માર્યો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ, લશ્કર અને ધાર્મિક નેતાઓ વચ્ચેના અયોગ્ય જોડાણે દેશમાં કટ્ટરપંથી ઇસ્લામને પ્રોત્સાહન આપ્યું, જેના કારણે પાકિસ્તાન આતંકવાદીઓનું આશ્ર્યસ્થાન બની ગયું છે. પાકિસ્તાનમાં કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદ જ નહીં પરંતુ અન્ય 12 જેટલા કુખ્યાત વૈશ્વિક આતંકવાદીઓ આશરો લઈ રહ્યાં છે.

Advertisement

પાકિસ્તાનમાં મૌલાના મસૂદ અઝહર - જૈશ-એ-મોહમ્મદ (JeM), ઝકીઉર રહેમાન લખવી - લશ્કર-એ-તૈયબા (LeT), સાજિદ મીર - લશ્કર-એ-તૈયબા (LeT), મોહમ્મદ યાહ્યા મુજાહિદ - લશ્કર-એ-તૈયબા, હાજી મોહમ્મદ અશરફ - લશ્કર-એ-તૈયબા (LeT), આરીફ કાસમાની - લશ્કર-એ-તૈયબા (LeT), મૌલાના મુફ્તી મોહમ્મદ અસગર (સાદ બાબા) - જૈશ-એ-મોહમ્મદ (JeM), સૈયદ સલાહુદ્દીન - હિઝબુલ મુજાહિદ્દીન (HM), અબ્દુલ રહેમાન મક્કી - જમાત-ઉદ-દાવા (JuD, LeT સાથે સંકળાયેલ), અસીમ ઉમર - ભારતીય ઉપખંડમાં અલ કાયદા (AQIS), સિરાજુદ્દીન હક્કાની - હક્કાની નેટવર્ક અને મુલ્લા ઓમર - તાલિબાન (અફઘાન) પાકિસ્તાનમાં રહેતા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી સંગઠનો સક્રિય છે, જે તેમની ધાર્મિક માન્યતાઓના આધારે વિભાજિત છે (દેવબંદી, અહલે હદીસ, જમાત-એ-ઇસ્લામી). તેમના ઉદ્દેશ્યોમાં જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવું અથવા અફઘાન તાલિબાનને ટેકો આપવાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ભારતમાં અવાર-નવાર ભાંગફોડની પ્રવૃતિઓને અંજામ આપે છે. થોડા મહિના પહેલા જ પાકિસ્તાની આંતકી આકાના ઈશારે આતંકવાદીઓએ પહેલગામમાં હુમલો કર્યો હતો અને પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને તેમની ઘાતકી હત્યા કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement