હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

નાણા મંત્રી નર્મલાએ બજેટ સ્પીચ આપતા જ વિપક્ષએ કુંભ મેળામાં ગેરરીતિનો પ્રશ્ન ઉઠાવ્યો

01:49 PM Feb 01, 2025 IST | revoi editor
Advertisement

નવી હિલ્હીઃ  કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે શનિવારે લોકસભામાં  8મી વખત દેશનું બજેટ રજૂ કર્યું. નાણા મંત્રીએ ગોલ્ડન બોર્ડરવાળી ક્રીમ રંગની મધુબની પેઇન્ટિંગ સાડી પહેરી હતી. સંસદ ભવન આવતા પહેલા જ નિર્મલા સીતારમણ  રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દહીં ખવડાવીને તેમને શુભકામના પાઠવી હતી. આ પછી સીતારમણ બજેટ પોથી લઈને સંસદ ભવન પહોંચ્યા હતા.

Advertisement

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણનો પ્રારંભ કરતા જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કુંભમાં થયેલી ગેરરીતિઓને લઈને હોબાળો મચાવ્યો હતો. દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ તેમને રોકતા સપાના સાંસદો સહિત વિપક્ષના ઘણા સભ્યોએ વોકઆઉટ કર્યો હતો.  સીતારમણે તેમના 11.01 મિનિટે બજેટ ભાષણની શરૂઆત કરી હતી. 1 કલાક 17 મિનિટના બજેટ ભાષણ દરમિયાન તેમણે સવારે 11.24 વાગે, 11.27 વાગે, 11.44 વાગે, 11.56 વાગે અને 12.16 વાગે 5 વખત પાણી પીધું હતું.

લોકસભામાં નાણા મંત્રીએ બજેટ ભાષણનો પ્રારંભ કરતા - સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત સમાજવાદી પાર્ટીના સાંસદોએ વિરોધ શરૂ કર્યો હતો. તેમના સૂત્રોચ્ચાર વચ્ચે, નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું બજેટ ભાષણ શરૂ કર્યું. સ્પીકર ઓમ બિરલાએ અખિલેશને ઠપકો આપ્યો અને તેમને શાંત રહેવા કહ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણ દરમિયાન વિપક્ષના ઘણા સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. તેમણે ભાષણ આપવાનું શરૂ કરતાની સાથે જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત વિપક્ષના ઘણા સાંસદો વોકઆઉટ કરી ગયા હતા.

Advertisement

વડાપ્રધાને નાણાપ્રધાનની દરેક મોટી જાહેરાત પર ટેબલ થપથપાવીને સ્વાગત કર્યું. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા વધારવાની જાહેરાત હોય કે બિહારમાં મખાના બોર્ડની રચનાની વાત હોય. PM એ તમામ જાહેરાતો પર ટેબલ થપથપાવ્યું હતું.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratibudget speechFinance Minister NarmalaGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharkumbh melaLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSmisconductMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesoppositionPopular Newsraised the questionSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article