હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

દશાવતારમ, નાયકન, થલપતિ જેવી ફિલ્મોના આર્ટ ડિરેક્ટરને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન

06:25 PM Nov 18, 2025 IST | revoi editor
Advertisement

ચેન્નઈ, 18 નવેમ્બર, 2025: art director Thota Tharani ભારતના વરિષ્ઠ કલા નિર્દેશક થોટા થરાનીને ફ્રાન્સ દ્વારા કળા ક્ષેત્રના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય સિનેમા અને વિઝ્યુઅલ ડિઝાઇનના દિગ્ગજ થોટા થરાનીને પ્રતિષ્ઠિત ફ્રેન્ચ નાગરિક પુરસ્કાર શેવેલિયર ડે લ'ઓર્ડ્રે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટ્રેસ (નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ) થી નવાજવામાં આવ્યા છે.

Advertisement

prestigious French civilian award આ સન્માન તેમને 13 નવેમ્બર, 2025ના રોજ ચેન્નઈના એલાયન્સ ફ્રાન્સિઝ ખાતે આયોજિત એક સમારંભમાં ભારત ખાતેના ફ્રેન્ચ રાજદૂતના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. આ સાથે થરાની હવે કમલ હાસન, ઐશ્વર્યા રાય બચ્ચન, શિવાજી ગણેશન અને કલ્કી કોચલીન જેવા ભારતીય સિનેમા અને કલા જગતના અગ્રણીઓની હરોળમાં આવી ગયા છે જેમને અગાઉ આ સન્માન મળી ચૂક્યું છે.

ગુજરાતની વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ, ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-૨૦૨૫’ એનાયત

થરાની છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી ભારતીય સિનેમામાં આર્ટ ડિરેક્શન અને પ્રોડક્શન ડિઝાઈન કરે છે. તેમણે જે મહત્ત્વની ફિલ્મો માટે આર્ટ ડિરેક્શન કર્યું છે તેમાં- નાયકન, થલપથિ, ઈન્ડિયન, સાગર સંગમમ, શિવાજી, દશાવતારમ, પોન્નીઈન સેલવમ (ભાગ 1 અને 2), કુબેર (ધનુષ - નાગાર્જુન) તથા હરિહરા વીરા મલ્લુ (પવન કલ્યાણ)

Advertisement

ચેન્નઈની સરકારી ફાઈન આર્ટ્સ કૉલેજમાં અને ત્યારબાદ લંડનની રૉયલ કૉલેજ ઑફ આટ્સમાં અભ્યાસ કરનાર થરાનીએ આર્ટ ડિરેક્ટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ સોમ્મોકદિધી સોકોકાદિધી (1978)થી કરી હતી. તેમની ફિલ્મ કારકિર્દીની શરૂઆત 1981માં તમિળ ફિલ્મ રાજા પારવાઈથી થઈ હતી.

થોટા થરાની આ અગાઉ બે રાષ્ટ્રીય પુરસ્કાર, બે તમિલ નાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કાર, ત્રણ નંદી પુરસ્કાર (આંધ્રપ્રદેશ), એક કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર ઉપરાંત 2001માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત છે.

શેવેલિયર ડે લ'ઓર્ડ્રે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટ્રેસ (નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ) એ ફ્રાન્સની સરકાર દ્વારા અપાતા સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકી એક છે. આ પુરસ્કાર દ્વારા ફ્રાન્સમાં અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે કળા અને સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કરનારને સન્માનિત કરવામાં આવે છે. થોટા થરાનીએ સંસ્કૃતિની જાળવણી સાથે, કળાત્મક સચોટતા અને કળાત્મક નાવિન્ય દ્વારા સિનેમા તેમજ વિઝ્યુઅલ આર્ટના ક્ષેત્રોમાં સમૃદ્ધ પ્રદાન કર્યું હોવાથી તેઓ આ સન્માનના પાત્ર બન્યા છે.

બનાસ ડેરી જળ સંચય અને ઉત્તમ જળ વ્યવસ્થાપન માટે પ્રતિષ્ઠિત ‘નેશનલ વોટર એવોર્ડ’ થી સન્માનિત

Advertisement
Tags :
#BollywoodArt directorart director Thota TharaniDashavataramfilm newsFrance's highest honorfrench awardhonorNayakansouth filmsThalapathy
Advertisement
Next Article