કચ્છના નાનારણમાં યાયાવર પક્ષીઓનું આગમન, રંગબેરંગી પક્ષીઓનો અનોખો નજારો
- સાઈબેરીયા, માંગોલીયા, રશિયન સહિતના દેશોમાંથી વિદેશી પક્ષીઓનું આગમન,
- રણામાં ભરાયેલા છીછરા પાણીમાં છબછબીયા કરતા વિદેશી પક્ષીઓ,
- શિયાળાના 4 મહિના રણ વિસ્તારની મહેમાનગતિ માણશે વિદેશી પક્ષીઓ
સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી, ધ્રાંગધ્રા, ખારાઘોડા સહિતના રણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયુ છે. કચ્છના નાના રણમાં શિયાળાના 4 મહિના ગાળવા સાઈબેરીયા, માંગોલીયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, રસીયન સહિતના દેશોમાંથી મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટરની ઉડાન ભરીને રણમાં આવી રહ્યા છે. રણમાં ભરાયેલા છીછરા પાણીમાં છબછબિયા કરતા વિદેશી રંગબેરંગી પક્ષીઓનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે.
આ વર્ષે કચ્છના નાના રણ વિસ્તારમાં મોટી સંખ્યામાં શિયાળા પહેલા સાયબેરિયા, માંગોલીયા, પાકિસ્તાન, રસીયન, બાંગ્લાદેશમાંથી યાયાવર, ફ્લેમિંગો, પેલીકન, સ્ટોક્સ, સ્ટેપી ઈગલ જેવા પક્ષીઓનું આગમન થયુ છે. વિદેશી પક્ષીઓ ધ્રાંગધ્રાના ર઼ણ અને આસપાસ ગામો થળા, સુલતાનપુર, જેસડા, મોટી માલવણ, કુડા, કોપરણી સહિતના ગામોમાં આવી ઝાડ પર માળા બનાવીને રહે છે. પર્યાવરણવિદોના કહેવા મુજબ આ વર્ષે બમણી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવવાની શક્યતા છે. રણવિસ્તાર અને આસપાસના ગામોમાં વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યા આગમન થયું છે. આગમી દિવસો વધુ પક્ષીઓ આવશે.
પક્ષીવિદોના કહેવા મુજબ શિયાળાના 4 મહિના વિદેશી પક્ષીઓ રણ અને આસપાસના ગામોમાં ઝાડ ઉપર માળા બનાવીને રહેતા હોય છે. ત્યારે હજી સુધી એક પણ કેસ પક્ષીઓના શિકારનો બનાવ બન્યો નથી. તેનું મુખ્ય કારણ વિદેશી પક્ષીઓની સુરક્ષાનું ધ્યાન ફોરેસ્ટ વિભાગ સાથે આસપાસના ગામના લોકો કરે છે. પક્ષી પ્રત્યેનો પ્રેમ ગામના લોકોમાં વર્ષોથી જોવા મળી રહ્યો છે.