For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમરનાથ યાત્રાની સુરક્ષા માટે જમ્મુ-કાશ્મીરમાં સેનાનાં ઓપરેશન શિવાનો પ્રારંભ

12:22 PM Jun 06, 2025 IST | revoi editor
અમરનાથ યાત્રાની સુરક્ષા માટે જમ્મુ કાશ્મીરમાં સેનાનાં ઓપરેશન શિવાનો પ્રારંભ
Advertisement

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં, સેનાએ ઓપરેશન શિવા શરૂ કર્યું છે, જે 3 જુલાઈથી શરૂ થનારી 38 દિવસની અમરનાથ યાત્રાને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવા માટે એક વ્યાપક સુરક્ષા પહેલ છે. જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફા મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે. એમની સુરક્ષા માટે ઓપરેશન શિવામાં CRPF, BSF, SSB, ITBP અને CISF ના એકમો સહિત 42 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ બે મુખ્ય માર્ગ – પહેલગામ અને બાલતાલ પર વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરાયા છે.

Advertisement

આ ઓપરેશનમાં વધુ ઊંચાઈવાળા રૂટ ક્લિયરન્સ, ડ્રોન સર્વેલન્સ, CCTV મોનિટરિંગ અને ત્રણ-સ્તરીય સુરક્ષા સેટઅપના ભાગ રૂપે બુલેટપ્રૂફ વાહનોની તૈનાતી સહિત અદ્યતન સુરક્ષા પ્રણાલી થી સજ્જ છે. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સહિત તાજેતરના સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને, સેનાએ સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળો (CAPF), J&K પોલીસ અને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) સાથે સંકલનમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત પગલાં લઈ રહી છે. SASB એ સલામતી અને ટ્રેકિંગ વધારવા માટે યાત્રાળુઓ માટે ફરજિયાત રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) કાર્ડ પણ રજૂ કર્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement