For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બિહારમાં હાઈબ્રિડ એન્યુઈટી મોડ પર 4-લેન ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પટણા-અરાહ-સાસારામ કોરિડોર ના નિર્માણને મંજૂરી

01:47 PM Mar 29, 2025 IST | revoi editor
બિહારમાં હાઈબ્રિડ એન્યુઈટી મોડ પર 4 લેન ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પટણા અરાહ સાસારામ કોરિડોર ના નિર્માણને મંજૂરી
Advertisement

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ બિહારમાં પટણાથી સાસારામ (120.10 કિલોમીટર) સુધી શરૂ થતાં 4-લેન એક્સેસ કન્ટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પટણા-અરાહ-સાસારામ કોરિડોરના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (એચએએમ) પર રૂ. 3,712.40 કરોડના કુલ મૂડી ખર્ચે વિકસાવવામાં આવશે.

Advertisement

અત્યારે સાસારામ, અરાહ અને પટણા વચ્ચેની કનેક્ટિવિટી વર્તમાન રાજ્ય ધોરીમાર્ગો (એસએચ-2, એસએચ-12, એસએચ-81 અને એસએચ-102) પર આધારિત છે અને અરાહ શહેર સહિત ભારે ભીડને કારણે 3-4 કલાકનો સમય લે છે. હાલના બ્રાઉનફિલ્ડ હાઇવેના અપગ્રેડેશનની સાથે 10.6 કિલોમીટરના અપગ્રેડેશન સાથે એક ગ્રીનફિલ્ડ કોરિડોર વિકસાવવામાં આવશે. જે વધતી જતી ગીચતાને ઘટાડવા માટે, અરાહ, ગ્રાઇની, પિરો, બિક્રમગંજ, મોકર અને સાસારામ જેવા સ્થળોએ ગીચ બિલ્ટ-અપ વિસ્તારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવશે.

પ્રોજેક્ટ એલાઇનમેન્ટ મુખ્ય પરિવહન કોરિડોર સાથે સંકલિત છે. જેમાં એનએચ-19, એનએચ-319, એનએચ-922, એનએચ-131જી અને એનએચ-120 સામેલ છે. જે ઔરંગાબાદ, કૈમૂર અને પટણાને સતત કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટથી 02 એરપોર્ટ (પટણાનું જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આગામી બિહિતા એરપોર્ટ), 04 મુખ્ય રેલવે સ્ટેશનો (સાસારામ, અરાહ, દાનાપુર, પટણા) અને 01 ઇનલેન્ડ વોટર ટર્મિનલ (પટણા)ને પણ કનેક્ટિવિટી મળશે તથા પટણા રિંગ રોડ સુધીની સીધી પહોંચમાં વધારો થશે. જેથી ચીજવસ્તુઓ અને મુસાફરોની અવરજવર ઝડપી થશે.

Advertisement

આ કામ પૂર્ણ થયા પછી પટણા-અરાહ-સાસારામ કોરિડોર પ્રાદેશિક આર્થિક વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જે લખનઉ, પટણા, રાંચી અને વારાણસી વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો કરશે. આ પ્રોજેક્ટ સરકારના આત્મનિર્ભર ભારતના વિઝન સાથે સુસંગત છે, જેમાં રોજગારીનું સર્જન કરવાની સાથે સાથે માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે અને બિહારમાં સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી 48 લાખ માનવ દિવસની રોજગારીનું સર્જન પણ થશે તથા પટણા અને તેની આસપાસનાં વિકાસશીલ વિસ્તારોમાં વૃદ્ધિ, વિકાસ અને સમૃદ્ધિનાં નવા દ્વાર ખુલશે.

Advertisement
Tags :
Advertisement