રાત્રે ચહેરા પર ચોખાની પેસ્ટ લગાવો, શિયાળામાં પણ ત્વચા ચમકદાર રહેશે
શિયાળાની ઋતુમાં આપણી ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે, પણ તમે જાણો છો તમારા રસોડામાં એક એવી રેસિપી છુપાયેલી છે જે તમારી ત્વચાને ફરીથી ચમકદાર બનાવી શકે છે. તે પણ ભરપૂર માત્રામાં નમી સાથે. વાત કરી રહ્યા છીએ ચોખાના લોટની, જે ત્વચાને નિખારવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ચોખાનો લોટ ચહેરા પર લગાવવો કેટલો ફાયદાકારક છે?
ચોખામાં સ્ટાર્ચ હોય છે જે ત્વચાને કુદરતી રીતે મોઇશ્ચરાઇઝ કરવામાં અને ડાઘને હળવા કરવામાં મદદ કરે છે. સાથે ચોખાનો લોટ આપણા માટે કુદરતી એક્સ્ફોલિયન્ટ તરીકે કામ કરે છે, જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ત્વચાના મૃત કોષો દૂર થાય છે અને છિદ્રો ઊંડે સુધી સાફ થાય છે.
ફેશ પેક બનાવવા માટે સામગ્રી
ચોખાનો લોટ - 2 ચમચી
ગ્લિસરીન - 1 ચમચી
ગુલાબ જળ - 5 ચમચી
મધ - 1 ચમચી
આ રીતે તૈયાર કરો ફેશ પેક
રાત્રે બધા કામ પૂરા કર્યા પછી બેડ પર જવા પહેલા એક કટોરી લો.
તેમાં ચોખાનો લોટ,ગ્લિસરીન, ગુલાબ જળ અને મધ નાખીને સરખી રીતે મિક્ષ કરો.
હવે તેને પહેરા પર લગાવો અને 10-15 મિનિટ સૂકાવા માટે રહેવા દો.
જ્યારે સમય પૂરો થઈ જાય, ત્યારે ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.
અઠવાડિયામાં બે વાર આ ઉપાયનો ઉપયોગ કરી શકો છો.