For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં વારંવાર સર્વરમાં ખામી સર્જાતા અરજદારો પરેશાન

05:35 PM Jun 24, 2025 IST | revoi editor
અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં વારંવાર સર્વરમાં ખામી સર્જાતા અરજદારો પરેશાન
Advertisement
  • IELTSની પરીક્ષા માટે પાસપોર્ટની અરજી કરનારા વિદ્યાર્થી અટવાયા,
  • પાસપોર્ટ કચેરી ખાતે વર્ઝન 0 શરૂ થયા બાદ સિસ્ટમમાં સર્જાતી ટેક્નિકલ ખામી,
  • પાસપોર્ટની મુખ્ય કચેરીમાંથી પણ અરજદારોને સંતોષકારક જવાબ મળતો નથી

અમદાવાદઃ શહેરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો પર અરજદારો ઓનલાઈન એપોઈન્મેન્ટ મેળવીને તમામ દસ્તાવેજો સાથે જાય છે, ત્યારે સર્વરમાં વારંવાર ટેકનિક ક્ષતિ સર્જાતી હોવાથી અરજદારો દિવસભર પ્રતિક્ષા કરતા બેસી રહે છે. અને ત્યારબાદ અરજદારોને એપોઈન્ટમેન્ટ રિશિડ્યૂલ કરવાની ફરજ પડે છે. ઘણા અરજદારો આ અંગે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટની મુખ્ય કચેરીમાં રજુઆતો કરી હોવા છતાંયે સંતોષકારક જવાબ પણ મળતો નથી. પાસપોર્ટ કચેરી ખાતે વર્ઝન 2.0 શરૂ થયા બાદ સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે અરજદારોને ભારે હાલાકી પડી રહી છે.

Advertisement

નવા પાસપોર્ટ અને રિન્યુઅલ પાસપોર્ટ માટે ઓનલાઈન લેવામાં આવેલી એપોઈન્ટમેન્ટ પણ સર્વરમાં ટેક્નિકલ સમસ્યાના કારણે રદ થતાં અરજદારોને વિજય ચાર રસ્તા અને મીઠાખળી ખાતેના પાસપોર્ટ સેવા કેન્દ્રથી પરત જવું પડે છે. અનેક અરજદારોને એપોઈન્ટમેન્ટ રિશિડ્યૂલ કરવાની ફરજ પડતાં આ અંગે ગુલબાઈ ટેકરા ખાતે તાકીદે એપોઈન્ટમેન્ટ મળે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત માટે પણ પહોંચ્યા હતા. જોકે ત્યાં પણ યોગ્ય જવાબ ન મળતાં અરજદારોમાં રોષ છે.

શહેરના મીઠાખળી પાસપોર્ટ સેવા કેન્દ્રની બહાર એકઠા થયેલાઅરજદારોએ જણાવ્યું કે, સેવા કેન્દ્ર પહોંચ્યા બાદ એપોઈન્ટમેન્ટ રદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું, જોકે તાકીદે રિશેડ્યુલ કરવાનું જણાવતાં તત્કાલ પાસપોર્ટ એપ્લિકેશન કરવા જણાવ્યું હતું. આઈએલટીએસની પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ એપોઈન્ટમેન્ટ રદ થતાં મુશ્કેલીમાં મુકાયા હતા. પાસપોર્ટની એપોઈન્ટમેન્ટ રદ થતાં પરીક્ષાની બીજી તારીખ લેવી પડી છે. નવા પાસપોર્ટ માટે  પ્રિન્ટિંગમાં પણ 4થી 5 દિવસનો સમય લાગતો હોવાને પગલે અરજદારોને પાસપોર્ટ માટે વધુ સમય રાહ જોવી પડે છે. અગાઉ બેથી ત્રણ દિવસમાં પ્રિન્ટિંગ બાદ પાસપોર્ટ અરજદાર સુધી પહોંચી જતો હતો. અરજદારોને નવા પાસપોર્ટ માટે વધુ રાહ જોવી પડે છે. (File photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement