પૃથ્વી ઉપર જીવ સૃષ્ટીમાં લોહીનો રંગ લાલ ઉપરાંત અન્ય રંગ પણ જોવા મળે છે
પૃથ્વી પરના તમામ મનુષ્યો અને પ્રાણીઓને જીવવા માટે લોહીની જરૂર છે. લોહી વિના જીવનની કલ્પના કરી શકાતી નથી. લોહી લાલ રંગનું હોવાનું સામાન્ય રીતે લોકો માને છે પરંતુ લોહી લાલ રંગની સાથે લીલું, પીળું અને વાદળી હોય છે.
લોહીના ઘણા રંગોઃ માનવ લોહીનો રંગ લાલ હોય છે. આ સિવાય બીજા ઘણા જીવોના લોહીનો રંગ પણ લાલ હોય છેલોહીમાં રહેલું આયર્ન ઓર ઓક્સિજન સાથે મળીને તેને લાલ રંગ આપે છે, પરંતુ એવા ઘણા જીવો છે જેમનું લોહી વાદળી, લીલું અને જાંબલી હોય છે.
આ પ્રાણીનું લોહી વાદળીઃ ઓક્ટોપસ, મોલસ્ક, સ્ક્વિડ, ક્રસ્ટેશિયન અને કરોળિયા જેવા દરિયાઈ જીવોમાં જોવા મળતું લોહી વાદળી રંગનું હોય છે. કારણ કે તેમના લોહીમાં હિમોગ્લોબિનની જગ્યાએ હિમોસાયનિન વહે છે. હેમોસાયસીનમાં આયર્ન કરતાં વધુ કોપર હોય છે અને તે ઓક્સિજન મળતાં જ લોહીને વાદળી બનાવી દે છે.
જાંબલી લોહીઃ કેટલાક જીવોના લોહીમાં હેમીરીથ્રિન પદાર્થ જોવા મળે છે. તે હિમોગ્લોબિન કરતાં ઘણો ઓછો ઓક્સિજન પૂરો પાડે છે અને તેનો પોતાનો કોઈ રંગ નથી. પરંતુ ઓક્સિજન મળતાં જ તે જાંબલી કે કિરમજી રંગનું થઈ જાય છે અને આ જીવોનું લોહી જાંબલી દેખાય છે.
લીલું લોહીઃ નાના પ્રાણીઓના લોહીમાં ક્લોરોક્રુઓરિન જોવા મળે છે. હિમોગ્લોબિન જેવું જ આ પેટાકમ્પોનન્ટ જ્યારે ઓક્સિજનના સંપર્કમાં આવે છે ત્યારે ઘેરા લીલા રંગનો થઈ જાય છે.