પાકિસ્તાનમાં વધુ એક કુખ્યાત આતંકવાદીને અજ્ઞાત વ્યકિતોએ ગોળીથી વીંધી નાખ્યો
નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી અજ્ઞાનશખ્સો દ્વારા આતંકવાદીઓને ઠાર મારવાની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન પાકિસ્તાનના ક્વેટામાં અજ્ઞાન વ્યક્તિઓએ વધુ એક આતંકવાદી મુફ્તી અબ્દુલ બાકીની ગોળીમારીને હત્યા કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનના આતંકવાદી અને જમીયત ઉલેમા એ ઈસ્લામના નેતા મુફ્તી અબ્દુલ બાકી નૂરઝઈની ક્વેટામાં ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ તેની ગોળીમારીને હત્યા કરી હતી. મુફ્તી અબ્દુલ વર્ષ 2023માં જમ્મુ-કાશ્મીરના રાજોરીના ડાંગરીમાં હિન્દુઓ ઉપર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. મુફ્તી અબ્દુલની હત્યાની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા આતંકવાદીઓને ગોળીમારીને હત્યા કરવાની ઘટનામાં વધારો થતા આતંકવાદીઓમાં પણ ભય ફેલાયો છે. તાજેતરમાં જ કુખ્યાત આતંકવાદી હાફિજ સઈદની પણ અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હોવાની અટકળો વહેતી થઈ હતી. પાકિસ્તાનમાં હાફિજ સઈદ અનેક આતંકવાદીઓ આશરો લઈ રહ્યાં છે, એટલું જ નહીં તેમને પુરતી સુરક્ષા પણ પુરી પાડવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.