સાઉથનો વધુ એક સુપર સ્ટાર હિન્દી ફિલ્મમાં જોવા મળશે, સાઈન કરી ઈમ્તિયાઝ અલીની ફિલ્મ
પુષ્પા 2 સ્ટાર ફહાદ ફાસિલ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયારી કરી રહ્યાંનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમ્તિયાઝ અલીએ તેની આગામી ફિલ્મ માટે ફહાદ ફાસિલને સાઈન કરી લીધો છે. આ આગામી ફિલ્મમાં ફહાદ તૃપ્તિ ડિમરી સાથે જોવા મળશે. ઈમ્તિયાઝ અલી માત્ર આ ફિલ્મનું નિર્દેશન જ નહીં પરંતુ તેના નિર્માતા પણ હશે. આ ફિલ્મનું નિર્માણ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે.
મીડિયા અહેવાલો અનુસાર, ફહાદ ફૈસીલ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે, તે ઇમ્તિયાઝ અલી સાથે હિન્દી સિનેમામાં તેની સફર શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફહાદ મહિનાઓથી આ પ્રોજેક્ટ પર ચર્ચા કરી રહ્યો હતો અને તેને તાજેતરમાં ફાઇનલ કરવામાં આવ્યો છે. આ આગામી ફિલ્મમાં તેની સાથે ભુલ ભુલૈયા 3 અભિનેત્રી તૃપ્તિ ડિમરીની જોડી ખૂબ જ રોમાંચક લાગશે. મીડિયા અહેવાલો અનુસાર, ફિલ્મ નિર્માતાઓ સ્ક્રિપ્ટને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે અને 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિર્માણ શરૂ થવાનું છે. ઇમ્તિયાઝ અલી તેના બેનર વિન્ડો સીટ ફિલ્મ્સ હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરશે. આ ફિલ્મ ફહાદની ઇમ્તિયાઝ સાથેની પ્રથમ અને બોલિવૂડમાં તેની પ્રથમ ફિલ્મ હશે, જ્યારે તૃપ્તિએ અગાઉ લૈલા મજનુમાં અભિનય કર્યો હતો.