બોલીવુડમાં વધુ એક Star Kid કરશે એન્ટ્રી, સાઈ રાજેશના ડાયરેકશનમાં બનશે ફિલ્મ
મુંબઈ બોલિવૂડ ડાન્સિંગ સ્ટાર ગોવિંદાનો પુત્ર યશવર્ધન આહુજા નિર્દેશક સાંઈ રાજેશની ફિલ્મમાં પોતાના અભિનયની શરૂઆત કરી શકે છે. બોલિવૂડમાં એવી ચર્ચા છે કે યશવર્ધન આહુજા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક સાઈ રાજેશની આગામી ફિલ્મથી અભિનયની શરૂઆત કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ એક સ્પેશિયલ લવ સ્ટોરી હશે, જે ગોવિંદાના વારસાની બીજી પેઢીને મોટા પડદા પર બતાવશે. યશવર્ધને આ રોલ માટે ઓડિશન આપ્યું હતું અને તેની મહેનતના કારણે તેને આ રોલ મળ્યો છે. આ ફિલ્મનું નિર્માણ મધુ મન્ટેના, અલ્લુ અરવિંદ અને એસકેએન ફિલ્મ્સ દ્વારા કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ માટે મહિલા લીડની શોધ ચાલી રહી છે, કારણ કે મેકર્સ નવી જોડીને લોન્ચ કરવા માંગે છે. આ ફિલ્મ માટે ફીમેલ લીડને ટૂંક સમયમાં ફાઈનલ કરવામાં આવશે. મેકર્સ 2025ના ઉનાળા સુધીમાં આ ફિલ્મને ફ્લોર પર લાવવાની યોજના બનાવી રહ્યા છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અનેક ફિલ્મ કલાકારોના સંતાનોએ પ્રવેશ મેવળી ચુક્યાં છે, હવે આ યાદીમાં વધુ એક નામનો ઉમેરો થવા જઈ રહ્યો છે. ગોવિંદાનો બોલીવુડમાં એક સમયે ડંકો વાગતો હતો. રાજા બાબુ, આંખે સહિતની અનેક કોમેડી ફિલ્મોને દર્શકોએ ખુબ પ્રેમ આપ્યો છે.