મોંઘવારીનો વધુ એક માર, ઘરેલુ રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો
નવી દિલ્હીઃ મોંઘવારીના મોરચે સામાન્ય જનતાને વધુ એક ફટકો પડ્યો છે. LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડર અને ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતા સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે વિતરણ કંપનીઓ દ્વારા રસોઈ ગેસ અથવા LPG ના ભાવમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. મંત્રીએ કહ્યું કે ઉજ્જવલા અને સામાન્ય શ્રેણીના ગ્રાહકો બંને માટે ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ આજે મધ્યરાત્રિથી અમલમાં આવશે. સામાન્ય ગ્રાહકો માટે 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થશે અને ઉજ્જવલા યોજના હેઠળના ગ્રાહકો માટે 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 503 રૂપિયાથી વધીને 553 રૂપિયા થશે.
મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, "એલપીજી સિલિન્ડર દીઠ ભાવ 50 રૂપિયા વધશે. 500 રૂપિયાથી વધીને 550 રૂપિયા (પીએમયુવાય લાભાર્થીઓ માટે) અને અન્ય લોકો માટે 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થશે. આ એક પગલું છે જેની અમે વધુ સમીક્ષા કરીશું. અમે દર 2-3 અઠવાડિયામાં તેની સમીક્ષા કરીએ છીએ. તેથી, તમે જે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો જોયો છે તે પેટ્રોલ અને ડીઝલના ગ્રાહકો પર લાદવામાં આવશે નહીં. તે એક્સાઇઝ ડ્યુટી વધારાનો હેતુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ગેસના કારણે થયેલા 43000 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ કરવાનો છે..."
શહેર જૂનો ભાવ નવો ભાવ
નવી દિલ્હી 803 853
કોલકાતા 829 879
મુંબઈ 802.50 852.50
ગુડગાંવ 811.50 861.60
નોઈડા 800.50 850.50
ભુવનેશ્વર 829 879
ચંદીગઢ 812.50 862
હૈદરાબાદ 855 905