For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપી ડો.બિલાલની ધરપકડ, મુખ્ય આરોપીને આશરો આપ્યો હતો

12:45 PM Dec 10, 2025 IST | revoi editor
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપી ડો બિલાલની ધરપકડ  મુખ્ય આરોપીને આશરો આપ્યો હતો
Advertisement

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા મહિને રાજધાની દિલ્હીમાં થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા હાંસલ કરી છે. એજન્સીએ આ કેસમાં કાર્યવાહી કરતા બારામુલ્લાના ડો. બિલાલ નસીર મલ્લાની ધરપકડ કરી છે. આ કેસમાં પકડાયેલો તે આઠમો આરોપી છે. ધરપકડ બાદ આરોપી ડો. બિલાલ મલ્લાને દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ આરોપીને 7 દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે. હવે આગામી સાત દિવસ સુધી NIA તેની આકરી પૂછપરછ કરશે અને અન્ય સંડોવાયેલા શંકાસ્પદો વિશે માહિતી મેળવશે.

Advertisement

NIAની તપાસમાં ખુલાસો થયો છે કે બિલાલે મુખ્ય આરોપી (મૃતક) ઉમર ઉન નબીને લોજીસ્ટીક મદદ પૂરી પાડી હતી અને તેને આશરો આપ્યો હતો. ડો. બિલાલ પર આતંકી ઘટનાને લગતા મહત્વના પુરાવાઓનો નાશ કરવાનો પણ ગંભીર આરોપ છે. એજન્સી આ ષડયંત્રની તમામ કડીઓ જોડવા માટે કેન્દ્ર અને રાજ્યની અન્ય એજન્સીઓ સાથે મળીને તપાસ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા હતા. આ ઘટના એટલી ભયાનક હતી કે ભોગ બનનારાઓના મૃતદેહોના ક્ષિતવિક્ષત થઈ ગયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement