For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત બોર્ડની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજથી વાર્ષિક પરીક્ષાનો થયો પ્રારંભ

06:20 PM Apr 07, 2025 IST | revoi editor
ગુજરાત બોર્ડની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજથી વાર્ષિક પરીક્ષાનો થયો પ્રારંભ
Advertisement
  • ધો.3 થી 8 અને ધો.9 તથા 11માં 70 લાખથી વધુ વિદ્યાર્થીની પરીક્ષા
  • પ્રાથમિક સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા રપ એપ્રિલ સુધી ચાલશે
  • સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પાંચ મેથી 8 જુન સુધીનું 35 દિવસનું રહેશે

અમદાવાદઃ  ગુજરાત શિક્ષણ બોર્ડની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ પ્રાથમિક-માઘ્યમિક-ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં આજે 7 એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જેમાં પ્રાથમિકમાં ધો.3 થી 8ના અને માઘ્યમિકમાં ધો.9 તેમજ ઉચ્ચતર માઘ્યમિકમાં ધો.11ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓમાં અંદાજે 70 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

Advertisement

જીસીઈઆરટીના પ્રાથમિક સ્કૂલોના વાર્ષિક પરીક્ષા એટલે કે દ્વિતિય સત્રાંત પરીક્ષાના કાર્યક્રમ મુજબ આજથી  7 એપ્રિલથી ધો.3થી8ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે.જેમાં ધો.3થીપમાં સવારે 8થી10 બે કલાકની અને ધો.6થી8માં સવારે 8થી11નીત્રણ કલાકની પરીક્ષા રહેશે. ધો.3 થી 5માં 40 ગુણની અને ધો.6થી8માં 80 ગુણની પરીક્ષા રહેશે. 3 થી 8માં આ પરીક્ષામાં નવેમ્બરથી માર્ચ મહિના સુધીનો અભ્યાસક્રમ ઘ્યાને લેવાશે. સરકારી સ્કૂલોમાં નિયત પરીરૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટીપત્રો તૈયાર કરી જે તે ડીપીઈઓને-શાસનાધિકારીને સોંપવામા આવ્યા હતા. અને તેમના દ્વારા કસોટીપત્રોનું શાળાઓને વિતરણ કરવામાં આવ્યુ હતુ. ખાનગી સ્કૂલોમાં ગુજરાતી,ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણના પ્રશ્નપત્રો રાજ્યકક્ષાએથી આપવામાં આવેલા પરિરૂપ મુજબ સ્કૂલ કક્ષાએ તૈયાર કરવામા આવ્યા છે. ઉત્તરવહીઓ જે તે સ્કૂલમાં જ ચેક થશે અને ધો.5થી8માં અલગ ઉત્તરવહીઓ રહેશે.  જ્યારે ધો.3 અને 4ના વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રમાં ઉત્તરો લખશે. ધો.5 અને ધો.8માં ઈ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીને નાપાસ કરાશે અને બે માસમાં ફરી પરીક્ષા લેવાની રહેશે. જો ગ્રેડ સુધરે તો જ આગળના ધોરણમાં બઢતી અપાશે.

પ્રાથમિક સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા 25 એપ્રિલ સુધી ચાલશે. જ્યારે ધો.9 અને 11માં પણ આજથી વાર્ષિક પરીક્ષા-દ્વિતિય સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થયો છે..જેમાં પણ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિત તમામ સ્કૂલોમાં કોમન સમયપત્રક મુજબ પરીક્ષા લેવામાં આવી રહી છે. 21મી એપ્રિલે પરીક્ષા પુરી થશે અને જેથી વેકેશન બે દિવસ મોડું પડશે. સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પાંચ મેથી 8 જુન સુધીનું 35 દિવસનું રહેશે. (File photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement