For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સરદાર પટેલની જન્મજયંતિ પર 'કેન્દ્રીય ગૃહ મંત્રી ચંદ્રક'ની જાહેરાત

03:40 PM Oct 31, 2024 IST | revoi editor
સરદાર પટેલની જન્મજયંતિ પર  કેન્દ્રીય ગૃહ મંત્રી ચંદ્રક ની જાહેરાત
Advertisement

નવી દિલ્હીઃ વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (સીએપીએફ) અને કેન્દ્રીય પોલીસ સંગઠનો (સીપીઓ) ના 463 કર્મચારીઓને વર્ષ 2024 માટે 'કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા ચંદ્રક' એનાયત કરવામાં આવશે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, શરૂ થયેલ આ કાર્યક્ષમતા મેડલ તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનું મનોબળ વધારશે.

સ્પેશિયલ ઓપરેશન્સ, ઇન્વેસ્ટિગેશન, ઇન્ટેલિજન્સ અને ફોરેન્સિક સાયન્સના ચાર ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્યને ઓળખવા અને ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા અને કર્મચારીઓ અને અધિકારીઓના મનોબળને વધારવા માટે ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા ચંદ્રક’ આપવામાં આવે છે.

Advertisement

નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 1 ફેબ્રુઆરી, 2024ના રોજ ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા મેડલ’ની સૂચના જારી કરવામાં આવી હતી. મેડલની જાહેરાત દર વર્ષે 31મી ઓક્ટોબરે એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના રોજ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement