For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અંકલેશ્વરઃ પાનોલીની એક કંપનીમાં ભીષણ આગ, વહીવટી તંત્ર દોડતું થયું

12:20 PM Apr 14, 2025 IST | revoi editor
અંકલેશ્વરઃ પાનોલીની એક કંપનીમાં ભીષણ આગ  વહીવટી તંત્ર દોડતું થયું
Advertisement

વડોદરાઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલીમાં ફરીવાર આગનો બનાવ બન્યો છે. પાનોલીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યું છે. વિકરાળને પગલે ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે પર પહોંચી ગઈ છે.

Advertisement

માત્ર થોડી જ ક્ષણોમાં સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી DPMCના કુલ 8 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષાની દૃષ્ટિએ કંપની તરફ જતા માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. પોલીસ અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

રાહતની વાત તો એ છે કે, આગ લાગતાની સાથે જ કંપનીના તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થતાં ટળી ગઈ હતી. થઈ નથી. આગ લાગવાના કારણો અને નુકસાનનો અંદાજ હજુ મેળવવાનો બાકી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement