For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં બેકાબુ ડમ્પર વીજળીના ત્રણ પોલ તોડીને ગરબાના પંડાલમાં ઘૂંસી ગયુ

05:44 PM Sep 24, 2025 IST | Vinayak Barot
રાજકોટમાં બેકાબુ ડમ્પર વીજળીના ત્રણ પોલ તોડીને ગરબાના પંડાલમાં ઘૂંસી ગયુ
Advertisement
  • સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થઈ,
  • પૂરફાટ ઝડપે ડમ્પર ઘૂંસી જતા ગરબાનો પંડાલ જમીનદોસ્ત થયો,
  • ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો,

રાજકોટઃ શહેરમાં પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોવાને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના જામનગર રોડ પર મનહરપુરા વિસ્તારમાં બેકાબુ ડમ્પર વીજળીના ત્રણ થાંભલા તોડીને નજીકમાં આવેલા નવરાત્રીના ગરબાના પંડાલમાં ઘૂસી ગયુ હતુ. જોકે સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જામહાની થઈ નથી.

Advertisement

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા મનહરપુરા વિસ્તારમાં એક બેકાબૂ ડમ્પરચાલકના આતંકને કારણે ગરબા પંડાલમાં ભયનો માહોલ ફેલાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલા ડમ્પરે ત્રણ વીજપોલ તોડી પાડ્યા બાદ સીધું ગરબા પંડાલમાં ઘૂસી ગયું હતું. જેને કારણે આખો પંડાલ જમીનદોસ્ત થઈ ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટ શહેરના જામનગર રોડ પર મનહરપુરા વિસ્તારમાં  ડમ્પરચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન બેકાબૂ બન્યું હતું. ડમ્પર એટલી ઝડપે હતું કે તેણે રસ્તામાં આવતા ત્રણ વીજળીના થાંભલા તોડી નાખ્યા હતા. ત્યારબાદ તે સીધું નજીકમાં જ આવેલા ગરબા પંડાલમાં ઘૂસી ગયું હતું, જેને કારણે આખો પંડાલ જમીનદોસ્ત થઈ ગયો હતો. આ ઘટના સમયે ગરબા પંડાલમાં લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, અચાનક થયેલા આ અકસ્માતને કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement