For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરના અડાલજ નજીક 14 દિવસ પહેલા થયેલા અકસ્માતમાં વૃદ્ધાનું મોત

05:56 PM Dec 05, 2024 IST | revoi editor
ગાંધીનગરના અડાલજ નજીક 14 દિવસ પહેલા થયેલા અકસ્માતમાં વૃદ્ધાનું મોત
Advertisement
  • ભાટથી ઈન્દિરાબ્રિજ તરફ જતા રોડ પર એસટી બસની અડફેટે વૃદ્ધાને ઈજાઓ થઈ હતી,
  • વદ્ધાને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા,
  • અડાલજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ભાટથી ઇન્દીરાબ્રીજ તરફ જતા કનોરીયા હોસ્પિટલ સામેના મેઇન રોડ પર બારેક દિવસ અગાઉ એસ.ટી બસની ટક્કરથી અજાણી રાહદારી વૃદ્ધ મહિલાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 14 દિવસની સારવાર બાદ વૃદ્ધાનું મોત નિપજતા અડાલજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાટથી ઇન્દીરા બ્રીજ જતા કનોરીયા હોસ્પિટલની સામેના મેઇન રોડ ઉપર એક મહીલા રોડ ક્રોસ કરતી હતી. તે દરમિયાન ચરાડા બાપુનગર રૂટની એસ.ટી. બસના ચાલકે તેની બસ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી વુધ્ધ મહિલાને ટકકર મારી હતી. જેનાં કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં અજાણી વૃદ્ધાને પુષ્કળ લોહી નીકળતું હોવાથી બધાએ ભેગા મળીને 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. અને વૃદ્ધાને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. પોલીસે સ્થાનિક નાગરિકની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાટથી ઇન્દીરા બ્રીજ જતા કનોરીયા હોસ્પિટલની સામેના મેઇન રોડ વૃદ્ધ મહિલાને અડફેટે લીધા બાદ એસ.ટી બસનો ચાલક બસ સ્થળ પર મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ અમદાવાદ સિવિલમાં અજાણી વૃદ્ધાની સઘન સારવાર ચાલી રહી હતી. જેનું 14 દિવસની સારવાર બાદ મોત નિપજતા અડાલજ પોલીસે વિશાલની ફરીયાદના આધારે એસ.ટી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement