For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી ગામ પાસે તેલ ભરેલા ટેન્કરે પલટી ખાધી,

06:00 PM Dec 13, 2024 IST | revoi editor
ધ્રાંગધ્રા  હાઈવે પર ચુલી ગામ પાસે તેલ ભરેલા ટેન્કરે પલટી ખાધી
Advertisement
  • લોકો ખાલી વાસણો લઈને તેલ લેવા દોડી આવ્યા,
  • ધ્રાંગધ્રા પોલીસ અકસ્માત સ્થળે દોડી આવી,
  • ટેન્કચાલકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડ્યો

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા હાઈવે પર  ચુલી ગામ પાસે કચ્છથી તેલ ભરીને અમદાવાદ તરફ જઈ રહેલા ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર સાઈડમાં પલટી ખાઈ ગયું હતું. તેલ ભરેલુ ટેન્કર પલટી ખાતાં તેલ ઢોળાવા લાગ્યું હતું. આ બનાવની ચુલી અને આજુબાજુના ગામના લોકોને જાણ થતાં જ ખાલી વાસણો લઈને તેલ ભરવા દોડી આવ્યા હતા. આથી અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. દરમિયાન અકસ્માતની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને ટેન્કરના ચાલકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

Advertisement

ધ્રાંગધ્રા હાઈવે સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે. અને અવાર-નવાર હાઈવે પર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે હાઈવે પર કચ્છના ગાંધીધામથી અમદાવાદ તરફ જઈ રહેલા તેલના ટેન્કરને ચુલી ગામના તારંગા ધામ નજીક ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા તેલનું ટેન્કર રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટેન્કરમાંથી તેલ ધોળાતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા તેલ ભરવા માટે, કેરબા, ખાલી વાસણો લઈને દોડી આવ્યા હતા. તેલ લેવા માટે લોકોએ પડાપડી કરતા દ્રશ્ય જોવા મળ્યા હતા. તેલનું ટેન્કર પલટી મારતા તેના ચાલકને નાની મોટી ઇજાઓ થઈ હતી. આ અકસ્માતના બનાવમાં  મોટી જાનહાનિ ટળી હતી. ટેન્કરના ચાલકને ધ્રાંગધ્રા સરકારી દવાખાનામા સારવાર માટે લઇ જવાયો હતો. ધ્રાંગધ્રા તાલુકા પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કામગીરી હાથ ધરાઈ હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement