For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર બે લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા

04:05 PM Feb 27, 2025 IST | revoi editor
ગાંધીનગરમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર બે લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા
Advertisement
  • એએસઆઈ નાણાકીય ગેરરીતિની અરજીની તપાસ કરી રહ્યા હતા
  • ફરિયાદીને હેરાન ન કરવા અને ગુનોં દાખલ ન કરવા લાંચ માગી હતી
  • એસીબીની ટ્રેપમાં ASI અશોક ચૌધરી રંગેહાથ પકડાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચ માગવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક કેસ નોંધાયો છે. શહેરના સેકટર - 7 પોલીસ મથકના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અશોક બેચરભાઇ ચૌધરીને અરજીની તપાસના કામે ગુનો દાખલ નહીં કરવાની અવેજીમાં બે લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ટ્રેપ ગોઠવી આબાદ રીતે ઝડપી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, ગાંધીનગર સેકટર - 7 પોલીસ મથકના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો અશોક બેચરભાઇ ચૌધરી અડાલજ કન્ટેનર બ્રીજ પાસે અતિથી ધાબા પાસે સર્વીસ રોડ એસીબીની ટ્રેપમાં આબાદ રીતે બે લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. એએસઆઇ અશોક ચૌધરી નાણાકીય લેતી દેતી અંગેની ગેરરીતિની અરજીની તપાસ કરી રહ્યો હતો. આ તપાસના કામે ફરીયાદીને હેરાનગતી નહી કરવા અને ગુનો દાખલ નહી કરવાના અવેજ પેટે એ.એસ.આઈ અશોક ચૌધરીએ બે લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા નહીં હોવાથી એસીબીમાં ફરીયાદ કરી હતી. જે અનુસંધાને એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામકનાં સુપર વિઝન હેઠળ પીઆઈ આર.એન.વિરાણીએ અડાલજ કન્ટેનર બ્રીજ પાસે અતિથી ધાબા પાસે સર્વીસ રોડ ઉપર લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન એ.એસ.આઈ અશોક ચૌધરીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ફરિયાદી પાસેથી સ્વીકારી હતી. અને એજ ઘડીએ એસીબી ની ટીમે લાંચીયા એ.એસ.આઈ અશોકને રંગેહાથ ઝડપી લીધો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement