ચણાની દાળ અને આખા ચણાના છૂટક વેચાણ માટે વધારાના ત્રણ લાખ ટન ચણાનો સંગ્રહ કરાયો
નવી દિલ્હીઃ દેશમાં ચણાની દાળ અને આખા ચણાના છૂટક વેચાણ માટે વધારાના ત્રણ લાખ ટન ચણાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. લોકસભામાં ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી બી.એલ.વર્માએ કહ્યું કે ભારત બ્રાન્ડ ચણાની દાળ 70 રૂપિયા અને આખા ચણા 58 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે.
બી.એલ. વર્મા દ્વારા કરાયેલા આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મગની દાળ અને મસૂર દાળને પણ ભારત બ્રાન્ડની શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે. ભારત મસૂર દાળ 89 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાઈ રહી છે. અત્યાર સુધીમાં કુલ 12.35 લાખ ટન ભારત ચણાની દાળ અને પાંચ હજાર છસો 63 ટનથી વધુ મગની દાળનું વેચાણ થયું છે. ગ્રાહકોને એકસો 18 ટન ભારત મસૂર દાળ આપવામાં આવી છે. ભારત બ્રાન્ડ હેઠળની ખાદ્ય ચીજો છૂટક વેપારીઓ ,NAFED, કેન્દ્રીયભંડાર અને રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંસ્થા દ્વારા વાહનો અને ઈ-કોમર્સ અને છૂટક વેપારીઓ દ્વારા વિતરિત કરવામાં આવી રહી છે.