હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદ-મુંબઈ હાઈવે પર બે ટ્રક અને 3 કાર વચ્ચે સર્જાયો અકસ્માત

05:50 PM Jan 03, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધા જાય છે. જેમાં સૌથી વ્યસ્ત ગણાતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સુરતના માંગરોલ નજીક ધામદોડ પાસે એક સ્થા 5 વાહનો એકબીજા સાથે ટકરાયા હતા. જેમાં બે ટ્રક અને ત્રણ કાર વચ્ચે ભયાનક ટક્કર થતાં નાસભાગ મચી ગઇ હતી. પાંચ વાહનો એકપછી એક ટકરાતા નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફીક પોલીસનો કાફલો તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને ક્રેઇનની મદદથી વાહનો ખસેડવાની ફરજ પડી હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી.

Advertisement

અમદાવાદ-મુંબઈ વચ્ચે નેશનલ હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે. ત્યારે હાઈવે પર અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. આજે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં માંગરોળના ધામડોદ પાસે એકસાથે પાંચ વાહનો ધડકાભેર અથડાતા મોટો અકસ્માત સજાર્યો હતો. જેમાં બે ટ્રક અને ત્રણ કારનો સમાવેશ થાય છે. આ અકસ્માતના પગલે દોડધામ મચી ગઈ હતી અને આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

અકસ્માતના બનાવની જાણ થતાં નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પાંચ વાહનો ધડાકાભેર અથડાતા તેમને છૂટા પાડવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. જોકે અકસ્માત મોટો હોવાછતાં સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં લોકોએ ભગવાનનો પાડ માન્યો હતો. અકસ્માતના પગલે વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિકજામ સજાર્યો હતો. જેના લીધે અનેક મુસાફરો કલાકો સુધી અટવાઇ ગયા હતા. જોકે ટ્રાફિક પોલીસ ટીમે ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કરી હાઇવેને ખુલ્લો કર્યો હતો.

Advertisement

 

Advertisement
Tags :
Aajna Samacharaccident between two trucks and 3 carsAhmedabad-Mumbai HighwayBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article