હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતના 11 વર્ષીય દીકરાએ રૂબિક્સ ક્યુસ ઉકેલવામાં બનાવ્યો રેકોર્ડ

08:00 PM Jan 12, 2025 IST | revoi editor
Advertisement

સુરતના અડાજણના 11 વર્ષીય સાર્થક વત્સલભાઈ ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કમાલ કરી બતાવી છે, તેણે એક મિનિટમાં સૌથી વધુ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો છે.

Advertisement

અડાજણની પ્રેસિડેન્સી સ્કુલમાં ધો.5માં અભ્યાસ કરતા સાર્થકનો પરિવાર, સ્પોર્ટ્સ પ્રેમી બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેના પિતા વત્સલભાઈ પણ બાળવયે 1997-98માં જિમ્નાસ્ટીકસની વિવિધ રાજ્ય, રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ્સ જીતી ચૂક્યા હતા, સાર્થકે એક નહીં, પરંતુ અઘરા ગણાતા Mirror Cube, 2x2, 3x3, Pyraminx and Skewb Cube એમ પાંચ-પાંચ પ્રકારના રૂબિક્સ ક્યુબ્સ, હવામાં લટકતી અવસ્થામાં ઉપર પગ અને નીચે માથું રાખી ઉકેલીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે.

સાર્થકે ગત 9મી ડિસેમ્બરે આ રેકોર્ડ બનાવ્યો હતો, જે દિવસે તેની વય 10 વર્ષ 11 મહિના અને 4 દિવસની હતી. જેને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા તમામ જરૂરી ચકાસણી કરીને ઉંધા લટકીને એક મિનિટમાં સૌથી વધુ 5 રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાના રેકોર્ડને સ્ક્રુટીની અને પ્રમાણિત કરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે.

Advertisement

Advertisement
Tags :
gujaratrecordRubik's CubeSOLVEson
Advertisement
Next Article