અમિત શાહ આજે અમદાવાદમાં એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. જેમાં આવાસ, માળખાગત સુવિધાઓ અને જાહેર સુવિધાઓનો સમાવેશ થાય છે.દિવસભર ચાલનારા કાર્યક્રમો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકાના કુલ અઠ્ઠાવન વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે। આ કાર્યોમાં આઠસો ઈક્યાસી ઈડબ્લ્યુએસ આવાસ, તેમજ તળાવો અને બગીચાઓ સહિતની મુખ્ય શહેરી માળખાગત યોજનાઓનું ઉદ્ઘાટન સામેલ છે। શ્રી ગોતા ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ પણ કરશે.
તેઓ એએમસીના લગભગ સો નવનિયુક્ત આસિસ્ટન્ટ ફાયરમેનને નિમણૂક પત્રો પણ એનાયત કરશે. આ ઉપરાંત, તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તક ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’ની ગુજરાતી આવૃત્તિના વિમોચન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.