For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમિત શાહ નવી દિલ્હીમાં 'રાષ્ટ્રીય સહકારી નીતિ 2025'નું અનાવરણ કરશે

12:47 PM Jul 23, 2025 IST | revoi editor
અમિત શાહ નવી દિલ્હીમાં  રાષ્ટ્રીય સહકારી નીતિ 2025 નું અનાવરણ કરશે
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાષ્ટ્રીય સહકારી નીતિની જાહેરાત કરશે. 24 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હીના અટલ અક્ષય ઊર્જા ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સહકારી નીતિની મુસદ્દા સમિતિના સભ્યો, તમામ રાષ્ટ્રીય સહકારી સંઘોના અધ્યક્ષો અને મેનેજિંગ ડિરેક્ટરો, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC), રાષ્ટ્રીય સહકારી તાલીમ પરિષદ (NCCT) અને વૈકુંઠ મહેતા રાષ્ટ્રીય સહકારી વ્યવસ્થાપન સંસ્થા (VAMNICOM) ઉપસ્થિત રહેશે. નવી સહકારી નીતિ 2025-45 સુધીના આગામી બે દાયકા માટે ભારતના સહકારી ચળવળમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના સક્ષમ માર્ગદર્શન હેઠળ, નવી સહકારી નીતિ 2025નો ઉદ્દેશ્ય સહકારી ક્ષેત્રને પુનર્જીવિત અને આધુનિક બનાવવાનો તેમજ પાયાના સ્તરે રોડમેપ બનાવીને સહકાર દ્વારા સમૃદ્ધિના વિઝનને સાકાર કરવાનો છે.

Advertisement

વર્ષ 2002ની શરૂઆતમાં, દેશની પ્રથમ રાષ્ટ્રીય સહકારી નીતિ જારી કરવામાં આવી હતી, જેણે સહકારી સંસ્થાઓની આર્થિક પ્રવૃત્તિઓના વધુ સારા સંચાલન માટે મૂળભૂત માળખું આપ્યું હતું. છેલ્લા 20 વર્ષોમાં, વૈશ્વિકરણ અને ટેકનોલોજીકલ પ્રગતિને કારણે સમાજ, દેશ અને દુનિયામાં ઘણા મોટા ફેરફારો થયા છે. આ ફેરફારોને ધ્યાનમાં રાખીને, એક નવી નીતિ ઘડવી જરૂરી બની ગઈ, જેથી વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં સહકારી સંસ્થાઓને વધુ સક્રિય અને ઉપયોગી બનાવી શકાય અને "વિકસિત ભારત 2047"ના ધ્યેયને પ્રાપ્ત કરવામાં સહકારી ક્ષેત્રની ભૂમિકાને મજબૂત બનાવી શકાય. રાષ્ટ્રીય સહકારી નીતિનો ઉદ્દેશ્ય સહકારી સંસ્થાઓને સમાવિષ્ટ બનાવવા, તેમને વ્યાવસાયિક રીતે સંચાલિત કરવા, ભવિષ્ય માટે તૈયાર કરવા અને ખાસ કરીને ગ્રામીણ ભારતમાં મોટા પાયે રોજગાર અને આજીવિકાની તકો ઊભી કરવા સક્ષમ બનાવવાનો છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભાકર પ્રભુની અધ્યક્ષતામાં 48 સભ્યોની રાષ્ટ્રીય સ્તરની સમિતિએ નવી રાષ્ટ્રીય સહકારી નીતિ તૈયાર કરી છે. સમિતિમાં રાષ્ટ્રીય/રાજ્ય સહકારી ફેડરેશન, તમામ સ્તરો અને ક્ષેત્રોમાં સહકારી સંસ્થાઓ, સંબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલયો/વિભાગો અને શિક્ષણવિદોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. સહભાગી અને સમાવેશી અભિગમ સુનિશ્ચિત કરવા માટે, સમિતિએ અમદાવાદ, બેંગલુરુ, ગુરુગ્રામ અને પટનામાં 17 બેઠકો અને 4 પ્રાદેશિક કાર્યશાળાઓ યોજી હતી. હિતધારકો તરફથી મળેલા 648 મૂલ્યવાન સૂચનોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને નવી સહકારી નીતિમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement