આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ક્લીનચીટ આપવા મામલે અમિત શાહે કોંગ્રેસને આડેહાથ લીધું
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર ઉપર લોકસભામાં અમિત શાહે જણાવ્યું હતું કે, પહેલગામ ઘટના બની ત્યારે પીએમ મોદી ઘટના બની હતી. જ્યારે પીએમ બિહાર ગયા ત્યારે પહેલગામમાં કોઈ પીડિત ન હતા. વડાપ્રધાનની ફરજ છે કે, દેશના નાગરિકો ઉપર જઘન્ય અપરાધ થાય ત્યારે તેમને યોગ્ય જવાબ આપવો જોઈએ. બિહારમાં ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે, પહેલગામ ઉપર હુમલો સમગ્ર ભારત પર છે.
આતંકવાદીઓ અને તેમના આકાઓને તથા તેમની જમીનને મીટીમાં મિલાવવાનો સમય આવી ગયો છે. ભારત તમામ આતંકવાદીઓ અને તેમના આકાઓની ઓખળ કરીને ગંભીર સજા કરવામાં આવશે. આમ આતંકવાદ સામે લડવાનો પ્રતિરોષ દેશવાસીઓ તરફથી પીએમ મોદીએ વ્યક્ત કર્યો હતો. 30મી એપ્રિલના સીસીએસની બેઠક મલી હતી. જેમાં શસ્ત્રદળોને કાર્યવાહી માટે તમામ સત્તા આપી હતી.
જે બાદ ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણા નાશ કરાયાં હતા. સમગ્ર દુનિયાએ જોયું હતું. જેમાં કોઈ સામાન્ય નાગરિકનું મોત નથી થયું, માત્ર આતંકવાદી જ માર્યાં ગયા છે. આ વખતે 100 કિમી અંદર ધુસીને આ હુમલો કરવામાં આવ્યો હતો. ચીદમ્બરના સમયમાં હુમલા કરનારા 8 મોટા આતંકવાદીઓને મોદી સરકારની આગેવાનીમાં મારવામાં આવ્યાં છે. આ ઓપરેશનમાં 100થી વધારે આતંકવાદીઓને મારવામાં આવ્યાં છે.
7મે ના રોજ 1.22 મિનિટ પર કાર્યવાહી પૂર્ણ થયા બાદ ડીજીએમઓ એ પાકિસ્તાનના ડીજીએમઓને જાણ કરીને આતંકવાદી ઠેકાણા ઉપર હુમલાની જાણ કરી હતી. ઉરીમાં હુમલો થયો ત્યારે સર્જીકલ સ્ટાઈક કરવામાં આવી હતી. અમે તો પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી અડ્ડા ઉપર હુમલા કર્યાં હતા. પાકિસ્તાને ભૂલ થઈ કે અમારી ઉપર હુમલા થયાં છે. બીજા દિવસે પાકિસ્તાનમાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.જેમાં સેનાના જવાનો, આઈએસઆઈ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેથી સમગ્ર દુનિયામાં પાકિસ્તાન ખુલ્લુ પડી ગયું કે, પાકિસ્તાનમાં આતંકવાદી છે. 8મીએ પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવ્યાં હતા.જો કે, ભારતીય સેનાએ તમામ હુમલા નિષ્ફલ કર્યાં હતા. 9મી મેના રોજ પીએમ મોદીએ મીટીંગ કરીને સેનાને જવાબ આપવાનો આદેશ કર્યો હતો. આઠ એરબેઝ ભારતીય સેના દ્વારા તોડી નાખવામાં આવ્યાં હતા. છ રડાર સિસ્ટમ પણ ધ્વસ કરવામાં આવ્યાં હતા.
પાકિસ્તાને રહેવાસી સ્થળ પર હુમલા કર્યાં તેમ છતા ભારતે રહેવાસી વિસ્તારમાં હુમલા કર્યા ન હતા. અને એરબેઝ સહિતના સ્થળોને નિશાન બનાવ્યાં હતા. જેથી પાકિસ્તાનને શરણે આવ્યા સિવાય કોઈ રસ્તો ન હતો. જેથી પાકિસ્તાની જીએમએએ સંપર્ક કરીને યુદ્ધ વિરામની વાત કરી હતી. જેના પરિણામે આ નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસ યુદ્ધની વાત કરે છે પરંતુ યુદ્ધ કરવાથી અનેક પરિણામ આવે છે.
1947માં જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના સારી પરિસ્થિતિમાં હતા તેમ છતા નહેરુએ યુદ્ધવિરામ જાહેર કર્યું હતું. 1960માં સિંધુ જળ ઉપર ભારત મજબુત હતું. તેમ છતા સમજોતો કરીને 80 ટકા પાણી પાકિસ્તાનને આપ્યું હતું. 1971માં ઈન્દીરા ગાંધીએ પાકિસ્તાનના બે ટુકડા કર્યાં હતા. 93 હજાર યુદ્ધબંધી અને 15 હજાર વર્ગ કિમી આપણી પાસે હતો. જે વખતે સમજોતો થયો હતો ત્યારે પીઓકે માંગવાનું ભૂલી ગયું હતું. પીઓકે ના લીધો પરંતુ જીતેલી ભૂમિ પણ પરત આપી હતી. કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તમે પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યાં છો અને અમને કહી રહ્યાં છે. તેમને અમને કંઈ કહેવાનો અધિકાર નથી. કોઈને અધિકાર નથી આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનો.
લોકસભામાં અમિત શાહે જણાવ્યું હતું કે, આ આતંકવાદીનું જડ પાકિસ્તાન છે અને પાકિસ્તાન કોંગ્રેસની ભૂલ છે. કોંગ્રેસે અલગ દેશની માંગણી ના સ્વિકારતા તો આજે પાકિસ્તાન જ ન હોય. અટલજીની સરકારે આતંકવાદને ખતમ કરવા માટે પોટાનો કાયદો લઈને આવ્યું હતું. પોટાનો વિરોધ કોંગ્રેસે કર્યો હતો. અમારી પાસે બહુમત ન હોવાથી સંયુક્ત સત્ર બોલાવીને પાસ કરાવાયો હતો. પોટાનો કાયદો અટકાવીને કોઈને બચાવવા માંગતા હતા. પોટાનો વિરોધ કરીને પોતાની બોટબેંકને સાચવવા માંગતા હતા. 2004માં મનમોહનની સરકારમાં પોટાનો કાયદો રદ કર્યો હતો. ડિસેમ્બર 2004માં પોટા કાયદો રદ થયો 2005માં અયોધ્યામાં રામલલામાં હુમલો 2006માં મુંબઈમાં હુમલો, 2007માં હૈદરામાં હુમલો, 2007માં વારાણસી, 2008માં રામપુર કેમ્પ, શ્રીનગરમાં આર્મી કેમ્ય ઉપર હુમલો, મુંબઈ હુમલો, અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ, દિલ્હીમાં પાંચ બ્લાસ્ટ થયાં, 2010 વારાણસી અને 2011માં આતંકવાદી હુમલો થયો હતો. 2005થી 2011માં 27 હુમલા થયા અને એક હજારથી વધારે લોકોના મોત થયાં હતા. જો કે, કોંગ્રેસ દ્વારા આવી ઘટનામાં કોઈ કાર્યવાહી કરી ન હતી. માત્ર પાકિસ્તાનને ડોજીયર મોકલતા રહ્યાં હતા.
ભાજપના શાસનમાં જે પણ હુમલા થયા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટના બની છે, દેશમાં ક્યાંય આતંકવાદી હુમલા થયાં છે. કાશ્મીરમાં પણ પાકિસ્તાનથી આતંકવાદીઓને મોકલવા પડે છે.