For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમિત શાહે મેમનગરમાં શાંતિનિકેતન ફ્લેટ્સના ધાબા પર લોકો સાથે પતંગોત્સવને માણ્યો

02:10 PM Jan 14, 2025 IST | revoi editor
અમિત શાહે મેમનગરમાં શાંતિનિકેતન ફ્લેટ્સના ધાબા પર લોકો સાથે પતંગોત્સવને માણ્યો
Advertisement

• ઘાટલોડિયામાં પોલીસ આવાસ યોજનાનું અમિત શાહના હસ્તે ખાતમૂહુર્ત
• શહેર પોલીસ કમિશનરે જાહેર કર્યો નો ડ્રોન ફ્લાય ઝોન
• રાણિપ અને ઘાટલોડિયામાં પણ અમિત શાહ પતંગોત્સવને માણશે

Advertisement

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટેમેન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં એપાર્ટેમેન્ટની છત પરથી અમિત શાહ અને મુખ્યમંત્રી ભાજપના અન્ય કાર્યકર્તાઓની સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત શાહે પતંગ ચગાવ્યો હતો જ્યારે તેમના પત્નીએ ફીરકી પકડી હતી. શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગ ચગાવતા પહેલાં અમિત શાહનું અને મુખ્યમંત્રીનું સ્થાનિક રહિશો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. અમિત શાહે સ્થાનિક લોકો અને બાળકો સાથે મુલાકાત કરી ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ ઘાટલોડિયામાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જગન્નાથ મંદિરે દર્શન અને આરતી બાદ ગૌમાતાની પૂજા કરી હતી.

અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરવા આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવી હતી. આ સમયે પત્નીએ ફિરકી પકડી રાખી હતી. અમિત શાહે બે પતંગો કાપી લપેટ...લપેટ...ની બૂમો પાડી હતી. આ સમયે મુખ્યમંત્રી સહિતના ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં હવે શહેરની સૌથી મોટી પોલીસ લાઈન બનવા જઈ રહી છે. જે પોલીસ લાઈનમાં 13 માળનાં કુલ 18 ટાવર બનવાનાં છે. જેમાં બેઝમેન્ટ બે માળ સુધીનું હશે, જેમાં વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ભગવાન જગન્નાથના દર્શન કરવા અને પૂજા કરવા ગયા હતા.. હવે બપોર પછી તેઓ રાણીપના આર્યવિલા એપાર્ટમેન્ટ રહીશો સાથેના પતંગોત્સવમાં ભાગ લેશે. ત્યાંથી તેઓ સાબરમતી વોર્ડના અર્હમ ફ્લેટના રહીશો સાથેના પતંગોત્સવમાં સામેલ થશે.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે તા. 14થી 16 જાન્યુઆરી એમ ત્રણ દિવસ ગુજરાતમાં રહેશે. કાલે 15 તારીખે કલોલ, માણસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ 16 તારીખે વડનગરમાં પી. એમ. મોદી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે સ્કૂલમાં પ્રેરણા સંકુલનું ઉદઘાટન કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે હોવાથી તેમની સુરક્ષાના ભાગરૂપે તથા જાહેર જનતાને કોઈપણ નુકસાન ન પહોંચે તે માટે માનવ રહિત રિમોટ સંચાલિત ડ્રોન, નાના વિમાન જેવા ઉપકરણો જેવા સંશોધન અથવા એરોસ્પોટમાં ઉપયોગમાં લેવાતા સાધનોના ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને આમ જનતાની સુરક્ષાના હેતુથી પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરની હદને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જે દરમિયાન રિમોટ કંટ્રોલ ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર-પેરાગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલુન તથા પેરા જમ્પિંગ જેવી પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement