For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડાએ કાર્યભાર સંભાળ્યો, પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા

06:54 PM Jul 22, 2025 IST | Vinayak Barot
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડાએ કાર્યભાર સંભાળ્યો  પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા
Advertisement
  • ભરતસિંહ સોલંકી ગેરહાજર રહી શુભેચ્છા સંદેશ મોકલ્યો,
  • મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા,
  • ગનીબેન ઠાકોરે સંગઠનમાં કડકાઈથી કામ લેવાની વિનંતી કરી

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાએ આજે પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો હતો. ચાવડાના પદગ્રહણ સમારોહમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પૂર્વ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને કાર્યકારી પ્રમુખ શૈલેષ પરમાર, પરેશ ધાનાણી, તુષાર ચૌધરી સહિત પ્રદેશના તમામ નેતાએ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીની ગેરહાજરી હતા પણ તેમણે શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.

Advertisement

.ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ અમિત ચાવડા આજે વિધિવત્ રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. પદગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. પદગ્રહણ સમારોહમાં તુષાર ચૌધરીએ કહ્યું કે 12 સભ્યો સાથે લઈને સત્તાપક્ષના 170 લોકો સામે લડત લડવાની છે. સૌરાષ્ટ્રને લાગતો કોઈપણ પ્રશ્ન હશે તો વિમલ ચુડાસમા વિધાનસભામાં અવાજ ઉઠાવશે.આદિવાસી માટેના પ્રશ્નો અંગે અનંત પટેલ અને કાંતિ ખરાડી પ્રશ્નો કરશે.લઘુમતી સમાજના પ્રશ્નો અંગે ઇમરાન ખેડાવાલા અવાજ ઉઠાવશે. સરકારની દુખતી નશ દબાવવાનું કામ જીજ્ઞેશ મેવાણી કરતા રહેશે.દંડક તરીકેની જવાબદારીમાં કિરીટ પટેલ સારું કામ કરી રહ્યા હોવાથી જારી રાખશે.ગૃહ અને નાણા વિભાગમાં સરકારને ઘેરવાનું અને નિયમો શીખવવાનું કામ શૈલેષ પરમાર કરશે.

પદગ્રહણ સમારોહમાં ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે સંગઠનમાં કડકાઈથી કામ લેવાની જરૂર પડે તો એવી રીતે કામ લેવા અમિતભાઈને વિનંતી છે.બીમાર હોય ત્યારે માં પણ કડવી દવા પીવડાવે એવી રીતે અમિતભાઈ કામ કરે એ જરૂરી છે.12 બેઠકોમાંથી કોંગ્રેસ આગળ વધુ એક ઉમેરી 112 સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું.હારની નૈતિકતાના બદલે નેતૃત્વમાં સરકાર રચાય એવું કરીશું.પંચાયતથી પાર્લામેન્ટ સુધી મને કોંગ્રેસ પરિવારે પહોચાડી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement