For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ઈમરાન ખાન મામલે આર્મીમાં પડ્યાં ભાગલા

02:54 PM Dec 03, 2024 IST | revoi editor
પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ઈમરાન ખાન મામલે આર્મીમાં પડ્યાં ભાગલા
Advertisement

લાહોરઃ પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. ક્યારેક આર્થિક સંકટ તો ક્યારેક રાજકીય અસ્થિરતા આ દેશની નિયતિ બની છે. હવે પાકિસ્તાન આર્મીમાં આંતરીક વિવાદ સામે આવ્યો છે. જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાનના મુદ્દે સેના વિભાજિત થઈ ગઈ છે. ઈમરાન ખાનની લોકપ્રિયતા અને ઈસ્લામાબાદમાં ભૂતકાળમાં તેમની પાર્ટીના પ્રદર્શનને જોતા સેના બેકફૂટ પર છે. આ દરમિયાન ઈમરાન ખાન સાથે જેલમાં ત્રણ રાઉન્ડની વાતચીત નિષ્ફળ ગઈ છે. આ વાતચીતની નિષ્ફળતા પર પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર ખૂબ નારાજ છે. આ મીટિંગ દરમિયાન તેમને એવા સંકેત મળ્યા કે સેનાની વાત જેલમાં બંધ ઈમરાન ખાન સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં, તેણે લગભગ 200 સૈન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પર ઇસ્લામાબાદ ઘટનામાં બેદરકારીનો આરોપ લગાવીને તેમની બરતરફી પ્રક્રિયા પર મંજૂરીની મહોર લગાવી દીધી છે.

Advertisement

સુત્રોના જણાવ્યા અનુસાર આર્મીના 23 અધિકારીઓના સુપરવિઝનમાં નિષ્ફળતાને કારણે, 67 અધિકારીને ઈસ્લામાબાદની ઘટનામાં થયેલી ભૂલોને કારણે અને 100 કર્મચારીઓને કોઈપણ ભૂલ વિના નિવૃત્ત કરવામાં આવશે. આ પહેલીવાર છે જ્યારે પંજાબ રેન્જર્સના સહાયક લશ્કરી અધિકારીઓને પણ મોટી સંખ્યામાં બરતરફ કરવામાં આવી રહ્યા છે. સેનાની એજી શાખા દ્વારા આમાંથી મોટાભાગના આર્મી જવાનોને નોટિસ આપવામાં આવી છે.

ઈમરાન ખાન સાથેની વાતચીતની નિષ્ફળતા બાદ જનરલ મુનીર ઈચ્છતા હતા કે ઈસ્લામાબાદમાં થઈ રહેલી ઘટના કોઈ પણ સંજોગોમાં સોશિયલ મીડિયા કે બહારની દુનિયાને ખબર ન પડે. આ માટે લશ્કરી અધિકારીઓને ખાસ ફરજ પર મૂકવામાં આવ્યા હતા. આ ઓપરેશન પછી જનરલ મુનીર જે રીતે માર્યા ગયેલા લોકોના મૃતદેહોને સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યા તેનાથી ખૂબ ગુસ્સે થયા હતા. તેમણે આ ભૂલ માટે તરત જ જનરલ હેડક્વાર્ટર ટ્રાન્સપોર્ટના કમાન્ડિંગ ઓફિસરને તેમના યુનિટની બહાર પોસ્ટ કરી દીધા હતા. એટલું જ નહીં, જનરલે આ સમગ્ર મામલે 10 કોર્પ્સ કમાન્ડર શાહિદ ઈમ્તિયાઝને પણ જવાબદાર ઠેરવ્યા છે. આ સમગ્ર ઓપરેશન 10 કોર્પ્સના કમાન્ડરના નિર્દેશન હેઠળ કરવા સૂચના આપવામાં આવી હતી. માનવામાં આવે છે કે આગામી દિવસોમાં કોર્પ્સ કમાન્ડર ઈમ્તિયાઝને પણ સાઈડલાઈન કરવામાં આવી શકે છે.

Advertisement

પાકિસ્તાની આર્મી જનરલે આર્મી એજી અઝહર વકાસ અને ડીજી પીએસ એન્ડ પીએમને એવા અધિકારીઓ અને રેન્કની બરતરફી અને ફરજિયાત નિવૃત્તિ માટેના કેસ તૈયાર કરવા જણાવ્યું છે જેઓ નિઃશસ્ત્ર નાગરિકો સામે ઘાતક કાર્યવાહી કરવા માટે અનિચ્છા ધરાવતા હતા. આમાંના ઘણા લોકોને નોટિસ પણ જારી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તમામને સેવામાંથી દૂર કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement