ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનના લાહોરમાં શ્રેણીબદ્ધ બોમ્મ બ્લાસ્ટ, લોકોમાં ભય
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, લાહોરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયાનું જાણવા મળે છે. લાહોરમાં એક પછી એક અનેક વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટ કોણે કર્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. આ આતંકવાદી પ્રવૃત્તિ પણ હોઈ શકે છે. જોકે, આ વાત તપાસ બાદ જ સ્પષ્ટ થશે. લાહોરના વોલ્ટન એરપોર્ટ વિસ્તારમાં એક પછી એક અનેક વિસ્ફોટ થયા હતા. માહિતી અનુસાર, આ વિસ્ફોટો લગભગ 35-40 મિનિટ સુધી ચાલુ રહ્યા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે બુધવારે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. જે બાદ લોકોમાં ભયનો માહોલ છે. દરમિયાન, આજે લાહોરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયાનું જાણવા મળે છે. આ વિસ્ફોટ કોણે કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. લાહોરનો ગુલબર્ગ વિસ્તાર અને વોલ્ટન એરપોર્ટ નજીક નસીહાબાદ અને ગોપાલનગર પણ વિસ્ફોટનો ભોગ બન્યા છે. આ ઘટના બાદ અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આ વિસ્ફોટો પછી, વિસ્તારમાં તાત્કાલિક ઇમરજન્સી સાયરન વાગવા લાગ્યા.