હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમેરિકા સ્માર્ટફોન, કોમ્પ્યુટર, સેમિકન્ડક્ટર અને અન્ય ઘટકોની આયાત પર અલગ ટેરિફ લાદશે

01:15 PM Apr 14, 2025 IST | revoi editor
Advertisement

અમેરિકાએ આગામી એક-બે મહિનામાં સ્માર્ટફોન, કોમ્પ્યુટર, સેમિકન્ડક્ટર અને અન્ય ઘટકોની આયાત પર અલગ ટેરિફ લાદશે. અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુતનિક દ્વારા ગઈકાલે રાત્રે આ માહિતી આપવામાં આવી હતી. યુ. એસ. દ્વારા સેમિકન્ડક્ટર્સ સહિત ઇલેક્ટ્રોનિક્સની આયાતને પારસ્પરિક ટેરિફમાંથી મુક્તિ આપ્યાના એક દિવસ પછી આ પગલું લેવામાં આવ્યું છે. લુતનિક દક્ષિણ એશિયાના દેશોમાંથી આયાત પર આધાર રાખવાની સરખામણીમાં યુ. એસ. માં ચિપ્સ અને ફ્લેટ-પેનલ ટેલિવિઝન બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

Advertisement

આગામી સમયમાં ચીનમાંથી આયાત થતા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર ટેરિફ વધારવાની યોજના બનાવી રહ્યું છે. યુ. એસ. ના વાણિજ્ય સચિવ હોવર્ડ લ્યુટનિકે પત્રકાર સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે દવાઓ અને સેમિકન્ડક્ટર્સ જેવી અમેરિકાની મૂળભૂત વસ્તુઓ માટે ચીન પર આધાર રાખવો પડે નહી અને આવા ઉત્પાદનો અમેરિકામાં જ થાય તે જરૂરી છે…આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીમાં જાહેરાત કરી હતી કે અમેરિકા ટૂંક સમયમાં આયાતી દવાઓ પર મોટો ટેરિફ લાદશે
આરોગ્ય સંભાળ પ્રણાલીના સુચારુ સંચાલન માટે અમેરિકા ચીન અને ભારત જેવા દેશોમાંથી આવતી સસ્તી જેનરિક દવાઓ પર નિર્ભર છે. જેથી ફાર્માસ્યુટિકલ્સને અત્યાર સુધી અમેરિકાએ ટેરિફ દરોમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharAmerica will impose tariffs on smartphonesBreaking News GujaratiComputersGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharimportsLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatesother componentsPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSemiconductorsTaja Samacharviral news
Advertisement
Next Article