For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અંબુજા સિમેન્ટ્સના મજબૂત પ્રદર્શન સાથે નાણાકીય વર્ષ 26નો આરંભ

05:41 PM Jul 31, 2025 IST | revoi editor
અંબુજા સિમેન્ટ્સના મજબૂત પ્રદર્શન સાથે નાણાકીય વર્ષ 26નો આરંભ
Advertisement

અમદાવાદ : વિશ્વની 9 મી સૌથી મોટી બિલ્ડિંગ મટિરીયલ્સ સોલ્યુશન્સ કંપની અને વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ભાગ અંબુજા સિમેન્ટ્સે 30 મી જૂન 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકના મજબૂત નાણાકીય પ્રદર્શન દર્શાવતા પરિણામો જાહેર કર્યા છે. મૂલ્ય ઉપર લક્ષ, વોલ્યુમ વૃદ્ધિ, ચેનલના જોડાણ, ખર્ચની કાર્યક્ષમતા અને સંપાદીત સંપત્તિના ઉત્તમ સંકલનના મજબૂત આધાર સાથે કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષની શરૂઆત ઉંચી નોંધ સાથે કરી છે. વ્યવસાયિક પુનર્નિર્માણ, ભાવિ-તૈયાર તકનીકીઓ, ઇએસજી ફોકસ અને સમુદાયો સાથે ગાઢ નાતાનું સંકલન કરીને સિમેન્ટ ઉદ્યોગમાં અંબુજા સિમેન્ટ્સએ સ્કેલ અને અસરને પુન:વ્યાખ્યાયિત કરી છે.

Advertisement

પરિણામોના સમયગાળામાં એકીકૃત વેચાણનું કોન્સોલિડેટ વોલ્યુમ ૧૮.૪ મિલિયન ટન થયું છે. જ્યારે એકીકૃત વોલ્યુમ ૧૦.૫ મિલિયન ટન થયું છે. જે ગત નાણાકીય વર્ષ-૨૫ના સમાન ગાળામાં ૧૫.૩ હતું જ્યારે એકીકૃત વોલ્યુમ ગત વર્ષના આ ગાળામાં ૯.૦ની તુલનામાં ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ૧૦.૫ મિલિયન ટન થયું છે. જે અનુક્રમે ૩.૧ અને ૧.૫ મિલિયન ટનનો વધારો દર્શાવે છે. કામકાજમાંથી કોન્સોલિડેટ આવક જે ગત નાણાકીય વર્ષ-૨૫ના સમાન ગાળામાં રુ.૮૩૯ર કરોડ હતી તેની તુલનામાં નાણા વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં રુ.૧૦,૨૮૯ કરોડ થઇ છે. જે રુ.૧૮૯૭ કરોડનો વધારો દર્શાવે છે. જ્યારે ગત વર્ષના સમાન ગાળાની રુ.૪૫૫૨ કરોડની એકીકુત આવક સામે હાલના અહેવાલના સમયગાળામાં રુ.૫૫૧૫ કરોડ થઇ છે જે રુ.૯૬૩ કરોડનો વધારો દર્શાવે છે. કોન્સોલિડેટ ઓપરેટીંગ EBITDA અને માર્જીન ગત નાણાકીય વર્ષના ૧૫.૩% સાથે રુ.૧૨૮૦ કરોડની તુલનાએ ચાલુ નાણાકીય વર્ષના આ ગાળામાં ૧૯.૧% સાથે રુ.૧૯૬૧ કરોડ રહ્યો છે જે રુ. ૬૮૧ કરોડનો વધારો બતાવે છે. જ્યારે એકીકૃત EBITDA માર્જીન ગત વર્ષના આ સમય ગાળાના ૧૪.૨ % સાથે રુ.૬૪૬ કરોડની સરખામણીએ ચાલુ વર્ષના અહેવાલના સમયગાળામાં ૧૫.૮% સાથે રુ.૮૭૨ કરોડ રહ્યો છે. જે રુ.૨૨૬ કરોડનો વધારો દર્શાવે છે. વર્તમાન અહેવાલના સમય દરમિયાન કર અગાઉનો કોન્સોલિડેટેડ નફો રુ.૧૩૩૩ કરોડ થયો છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં રુ.૧૦૯૪ કરોડ હતો. જ્યારે એકીકૃત નફો જે ગત વર્ષના સમાન સમયગાળાના રુ. ૬૪૬ કરોડની તુલનાએ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રુ.૮૭૨ કરોડ હતો. વર્તમાન વર્ષના અહેવાલના સમય ગાળામાં કોન્સોલિડેટ કર બાદનો  નફો રુ.૯૭૦ કરોડ થયો છે. જે ગત વર્ષે સમાન ગાળામાં રુ.૭૮૩ કરોડ હતો. એકીકૃત કર બાદનો નફો ગત નાણાકીય વર્ષના સમાન ગાળાના રુ.૫૬૭ કરોડની તુલનાએ રુ.૮૫૫ કરોડ થયો છે. અહેવાલના સમય ગાળામાં વાર્ષિક ધોરણે  EPS ૨૨ % ઉંચો રહેવા સાથે રૂ.3.20 રહેતા નેટવર્થ રૂ. 66,436 કરોડ છે. આમ કંપની તેના કરજ મુક્ત વલણને જાળવી રાખ્યું છે.

અંબુજા સિમેન્ટ્સના પૂર્ણકાલિન ડાયરેકટર અને સી.ઇ.ઓ. શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે કંપની તેના મજબૂત પરિણામો સાથે અમે નાણાકીય વર્ષ 28 સુધીમાં વાર્ષિક 140 એમટી ઇકોસિસ્ટમ હાંસલ કરવા તરફ આગળ વધવા સાથે ઉકેલો આધારિત અને ગ્રાહક કેન્દ્રિત વ્યવસાય તરીકે સિમેન્ટની નવેસરથી પરિકલ્પના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે ક્રેડાઇની ભાગીદારીમાં નિર્માણોત્સવ,ગ્રુહલક્ષ્મી, ધનવર્ષા, સુપર સન્ડે પ્રોગ્રામ જેવા શરુ કરેલા નવા કાર્યક્રમોને અન્ય વ્યવસાયી હિસ્સેદારોએ ખૂબ સારી રીતે આવકાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઓરિએન્ટ સંપત્તિનું એકીકરણ  નિર્ધારીત સમય પહેલાં પૂર્ણ થયું છે. માર્ચ 2026 સુધીમાં હાલની વાર્ષિક ૧૦૪.૫ મિલિયન ટનની ક્ષમતાને 118 મિલિયન ટનની આયોજિત ક્ષમતા પ્રાપ્ત કરવાનું કંપનીનું લક્ષ્ય છે.અહેવાલના સમય ગાળામાં કંપનીએ 57 મેગાવોટ વિન્ડ પાવરનું ઉત્પાદન શરુ કરવા સાથે નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 473 મેગાવોટ સુધી લઈ જવામાં આવી છે. અંબુજા સિમેન્ટ્સ લિ.સાથે અદાણી સિમેન્ટેશન લિ.ના જોડાણની યોજનાને 18 મી જુલાઈ 2025 ના રોજ એનસીએલટીની અમદાવાદ બેંચ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement