હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અંબુજા સિમેન્ટ્સ અને ACC SBTi દ્વારા પ્રમાણિત નેટ-ઝીરો ટાર્ગેટ્સ પ્રાપ્ત કરનારી ભારતની અગ્રણી સિમેન્ટ કંપનીઓ બની

08:42 PM Jun 19, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદ, 19 જૂન, 2025: અદાણીના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાંની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સ કંપનીઓ – અંબુજા સિમેન્ટ્સ અને ACCએ એક મહત્વપૂર્ણ ટકાઉ માઇલસ્ટોન હાંસલ કર્યો છે, કારણ કે તેઓ તેમના ક્ષેત્રમાંની ભારતની અગ્રણી બે સિમેન્ટ કંપનીઓ બની ગઈ છે જેમના નેટ-ઝીરો ટાર્ગેટ્સને Science Based Targets initiative (SBTi) દ્વારા માન્યતા મળી છે. SBTi નું Corporate Net-Zero Standard એ દુનિયાનું એકમાત્ર ફ્રેમવર્ક છે જે વૈજ્ઞાનિક ધોરણે માન્ય લક્ષ્યાંકોના અનુરૂપ કોર્પોરેટ નેટ-ઝીરો ટાર્ગેટ્સ માટે માર્ગદર્શન આપે છે.

Advertisement

SBTi દ્વારા મળેલી માન્યતા એ બતાવે છે કે બંને કંપનીઓ સ્થિર અને જવાબદાર બિઝનેસ મૉડલ તરફ જે સરળ છે તે નહીં પરંતુ જરૂરી છે તે કરવાની સાથે વળવાના પ્રબળ સંકલ્પ સાથે આગળ વધી રહી છે. આ માન્યતા તેમને લો-કાર્બન ટ્રાન્ઝિશનમાં કોર્પોરેટ લીડર્સ તરીકેનું સ્થાન અપાવે છે અને ભારતના ઔદ્યોગિક ડિકાર્બનાઈઝેશનના યોગદાનમાં તેમને મોખરે લાવે છે, જ્યાં તે પેરિસ કરારના 1.5°C લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જરૂરી ગતિ અને પ્રમાણમાં ઉત્સર્જન ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. 

અદાણી જૂથના સિમેન્ટ બિઝનેસના CEO શ્રી વિનોદ બહેટીએ જણાવ્યું કે,  'અંબુજા સિમેન્ટ્સ અને ACC ની લાંબા સમયથી ચાલતી સ્થિરતામૂલક પહેલોની પરંપરા માટે અમને ખુબજ ગૌરવ છે, કારણ કે અમે આ હવામાન સંકટ (ક્લાઈમેટ ક્રાઈસિસ)ના સમયમાં જવાબદારીપૂર્વક કાર્ય કરવા માટે એક મજબૂત પ્રતિબદ્ધતા અનુભવી રહ્યા છીએ.' SBTi કોર્પોરેટ્સ માટેના હવામાન લક્ષ્યાંકો (ક્લાઈમેટ ટાર્ગેટ્સ) ના સૌથી ઊંચા માપદંડોનું પ્રતિનિધિત્વ કરે છે. SBTi તરફથી અમારા લક્ષ્યાંકોને મળેલી માન્યતા સાથે, અમે વિકાસ અને પર્યાવરણીય જવાબદારી વચ્ચે સંતુલન સાધતા ભવિષ્યની રચના માટે અમારી પ્રતિબદ્ધતાને પુનઃમજબૂત બનાવી રહ્યા છીએ. અમે દુનિયાની 9મી સૌથી મોટી સિમેન્ટ નિર્માતા કંપની છીએ, અને Cemex, Heidelberg અને Holcim બાદ અમારા જેવા કદની એકમાત્ર કંપની છીએ જેને નેટ-ઝીરો ટાર્ગેટ્સ માટે SBTi માન્યતા પ્રાપ્ત થઈ છે. અમારી યાત્રા અહીં અટકતી નથી — આ તો ફક્ત એક વધુ પગલું છે અમારા ડિકાર્બનાઈઝ્ડ અને સ્થિર ભવિષ્ય તરફના વિઝન તરફ.' 

Advertisement

કંપનીઓ લાંબા સમયથી સ્થિરતાપૂર્વકની પ્રથાઓમાં અગ્રેસર રહી હોવાથી ઝડપથી અને વધુ ઉત્સર્જન ઘટાડવાના મહત્વને સારી રીતે સમજે છે અને ઉદ્યોગમાં સ્થિર વિકાસ તરફના પરિવર્તનમાં પણ નેતૃત્વ પૂરૂ પાડે છે. કંપનીઓ પ્રાથમિકતા રૂપે ડાયરેક્ટ ડિ-કાર્બનાઈઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે અને શેષ ઉત્સર્જનને SBTiના માપદંડ અનુસાર ન્યુટ્રલાઈઝ કરશે. કંપનીઓ દ્વારા ગ્રીન પાવર, AFR (Alternative Fuels and Raw materials), ઊર્જા કાર્યક્ષમતા, ટેક્નોલોજી અપગ્રેડેશન અને નવીનતા જેવા ક્ષેત્રોમાં હાથ ધરાયેલા પ્રયાસોએ લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

અંબુજા સિમેન્ટ્સ દુનિયાની પ્રથમ એવી સિમેન્ટ નિર્માતા કંપની છે જે International Renewable Energy Agency (IRENA) દ્વારા નેતૃત્વ ધરાવતી Alliance for Industry Decarbonization (AFID)માં જોડાઈ છે. સાથે જ, અંબુજા WEF (World Economic Forum )ની Transitioning Industrial Clusters પહેલની પણ સભ્ય છે, જે ઔદ્યોગિક ક્ષેત્રમાં ડિ-કાર્બનાઈઝેશન તરફના પરિવર્તનને આગળ વધારવા માટે કાર્યરત છે. અદાણી ગ્રુપની સમગ્ર ઇકો-સિસ્ટમમાં આ મહત્ત્વાકાંક્ષા માટે સહકાર અને સંકલન કેન્દ્રસ્થાને છે. ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન માટે USD 100 બિલિયનની પ્રતિબદ્ધતા સાથે, ગ્રુપ હાલમાં પોતાની રિન્યૂએબલ  ક્ષમતા 14.2 GWથી વધારીને 2030 સુધીમાં 50 GW કરવાની દિશામાં કાર્યરત છે અને સાથે જ એક એકીકૃત ગ્રીન હાઇડ્રોજન પ્લેટફોર્મ ઊભું કરી રહ્યું છે.

આ પહેલ હેઠળ, અંબુજા સિમેન્ટ્સનું લક્ષ્ય છે કે તે નાણાંકીય વર્ષ 2028 સુધીમાં પોતાની વીજ જરૂરિયાતોની  60% ખપત સુધી રીન્યૂએબલ અને ગ્રીન  સ્ત્રોતોથી પૂર્ણ કરે, જેમાં 1 GW સોલાર અને પવન વીજળી તેમજ 376 MW WHRS નો સમાવેશ થાય છે. આમાંથી, તે હાલમાં અનુક્રમે 299 MW અને 186 MW ક્ષમતા પ્રાપ્ત કરી ચૂકી છે. નેટ-ઝીરો હાંસલ કરવા માટે ગ્રીન હાઇડ્રોજન પણ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ક્ષેત્રમાં ગ્રુપના રોકાણો કંપનીઓની નેટ-ઝીરો સફરને આગળ વધારશે. ગ્રુપ સાથેની સહયોગી ક્ષમતાઓ અંબુજા સિમેન્ટ્સ અને ACCને ઉત્સર્જન ઘટાડવામાં ઝડપ લાવવા અને ફોસિલ ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે.

આ માન્યતા માત્ર એક માઇલસ્ટોન નથી; તે એક મેન્ડેટ છે. અંબુજા સિમેન્ટ્સ અને ACC સિમેન્ટ ઉદ્યોગ માટે નવા આયામ સ્થાપિત કરી રહ્યા છે, જે દર્શાવે છે કે સાહસિક ક્લાઈમેટ એક્શન શક્ય છે, જરૂરી છે અને પહેલેથી જ ચાલુ છે.

Advertisement
Tags :
ACC SBTiAmbuja CementsCertified Net-Zero TargetsindiaLeading Cement Company
Advertisement
Next Article