For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો : 30 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

04:40 PM Sep 06, 2025 IST | revoi editor
અંબાજી ભાદરવી પૂનમ મહામેળો   30 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં
Advertisement

અંબાજી :  ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજીમાં લાખો ભક્તજનો ઉમટી રહ્યા છે. મેળાના પાંચમા દિવસે જ 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરવાનો લાભ લીધો હતો. આ વર્ષે મેળાની વિશેષતા તરીકે સૌપ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો. આ શોમાં અંબાજી માતાજીની આકૃતિ, ત્રિશૂલ અને શક્તિના પ્રતીકો સહિતની અદ્ભુત રચનાઓ રજૂ કરવામાં આવી હતી. આ અવિસ્મરણીય દૃશ્યો જોઈને શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બની ગયા હતા.

Advertisement

મેળા દરમિયાન સેવા અને સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈકર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે તંત્ર દ્વારા સ્વચ્છતા, સુરક્ષા અને સુવિધાઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી ભક્તજનોને કોઈ તકલીફ ન પડે. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો પૂરબહારમાં ચાલી રહ્યો છે. આ મેળામાં માતાજીના મનભાવન પ્રસાદ, મોહનથાળનું અવિરત વિતરણ થઈ રહ્યું છે. આ પ્રસાદ એટલો પ્રખ્યાત છે કે દર વર્ષે મેળા દરમિયાન 1000 થી 1200 જેટલા મોટા જથ્થામાં તેનું ઉત્પાદન કરવામાં આવે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement