For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 89 બેન્કોમાં સાયબર ફ્રોડના 1445 કરોડના કથિત ટ્રાન્ઝેક્શનો થયા

06:31 PM Jun 06, 2025 IST | revoi editor
ગુજરાતમાં 89 બેન્કોમાં સાયબર ફ્રોડના 1445 કરોડના કથિત ટ્રાન્ઝેક્શનો થયા
Advertisement
  • RBL બેંકમાં 89 એકાઉન્ટમાંથી 1400 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન સામે આવતા ખળભળાટ,
  • સુરતમાં વાહન ચેકિંગ દરમિયાન આરોપી પકડાતા સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ થયો,
  • બેંક એકાઉન્ટધારકની જાણ બહાર સાયબર ફ્રોડનાં નાણા ટ્રાન્સફર કરવામાં આવતાં હતાં

સુરતઃ દેશભરમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. સુરતમાં પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે બાઈક પર જતા એખ શખસની હિલચાલ શંકાસ્પદ લાગતા તેની તપાસ કરતા બેન્ક ખાતાઓની પાસબુકો મળી આવી હતી. તેની તપાસમાં સાયબર ક્રાઈમના કૌભાંડ પડદાફાશ થયો હતો. પોલીસને 164 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. જેમાં માત્ર 6 મહિનામાં 89 બેંક એકાઉન્ટમાંથી કુલ 1445 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. આ 164 બેંક એકાઉન્ટમાંથી 89 બેંક એકાઉન્ટ તો RBL બેંકના હોવાનું સામે આવ્યું છે. જોકે અન્ય 75 બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે.

Advertisement

ગુજરાતમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ થયો છે, જેમાં પોલીસને 164 બેંક એકાઉન્ટ મળ્યાં છે. માત્ર છ મહિનામાં 89 બેંક એકાઉન્ટમાંથી કુલ 1,445 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં છે, જોકે સુરતના ઉધના પોલીસની તપાસ દરમિયાન મળેલાં 164 પૈકી 89 બેંક એરાઉન્ટ RBL બેંકના હોવાનું સામે આવ્યું છે. જ્યારે હજુ બાકીનાં 76 બેંક એકાઉન્ટની તપાસ કરવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે વાહન ચેકિંગ દરમિયાન સુરત પોલીસે એક બાઈકચાલકને રોકીને તપાસ કરતા સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ થયો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે વધુમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે અન્ય મોટા ભાગનાં બેંક એકાઉન્ટ બેંક લોન આપવાના બહાને ખોલાવ્યા હતા. પોલીસે દેશવ્યાપી કૌભાંડમાં કિરાટ જાદવાણી અને મિત ખોખર સહિત મયૂર ઇટાલિયાની ધરપકડ કરી હતી. સમગ્ર કેસમાં દિવ્યેશ અને વિનીત સહિત રિચ પે આઇડીધારક નામના આરોપીઓ પણ મુખ્ય ભેજાબાજો હોવાનું સામે આવ્યું છે. લોકોને બેંક એકાઉન્ટ ખોલાવી આપવાના નામે ડોક્યુમેન્ટ લેવામાં આવતા હતા.  અપૂરતા પુરાવાના કારણે બેંક એકાઉન્ટ નથી ખોલ્યું એમ કહી એ પુરાવાના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી લેતાં હતાં. એ બાદ બેંક એકાઉન્ટધારકની જાણ બહાર એ ખાતામાં સાયબર ફ્રોડનાં નાણા ટ્રાન્સફર કરવામાં આવતાં હતાં, જોકે ઉધના પોલીસની તપાસમાં હજી મોટા ઘટસ્ફોટ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement