મહાકુંભમાં શ્રદ્ધાળુઓની પડી રહેલી અસુવિધાઓ મામલે અખિલેશ યાદવે સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર
લખનૌ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બુધવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રયાગરાજ પહોંચવામાં શ્રદ્ધાળુઓને પડી રહેલી અસુવિધા અંગે પ્રહારો કર્યા હતા, તેમજ કહ્યું કે શું રેલ મંત્રીએ 144 વર્ષ પછી મહાકુંભ માટે ત્રણ હજાર વિશેષ ટ્રેનો ચલાવવાનું વચન આપ્યું હતું?
સમાજવાદી પાર્ટીના વડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને કહ્યું, "ભાજપના જુઠ્ઠાણાથી કંટાળી ગયેલા લોકો પૂછી રહ્યા છે કે ભાજપ સરકારના રેલ્વે મંત્રીએ આ મહાકુંભ માટે 3,000 વિશેષ ટ્રેનો ચલાવવાનું વચન આપ્યું હતું કે 2169 માટે, એટલે કે 144 વર્ષ પછી?"
આ પોસ્ટમાં, તેમણે એક વીડિયો શેર કર્યો છે જેમાં ભોપાલ રેલ્વે સ્ટેશન પર મહાકુંભમાં આવતા ભક્તોની ભીડ અને તેમની સમસ્યાઓ જોઈ શકાય છે. પ્રયાગરાજમાં પેટ્રોલ સંકટ દર્શાવતા બીજા એક વીડિયો સાથેની પોસ્ટમાં તેમણે કહ્યું, "અમે ઘણા દિવસોથી ચેતવણી આપી રહ્યા છીએ કે પેટ્રોલ અને ડીઝલની અછત મુશ્કેલી ઊભી કરશે પરંતુ સરકાર સાંભળતી નથી."
અખિલેશ યાદવે કહ્યું, “હવે આવા વીડિયો જાહેર થયા છે, જે કહી રહ્યા છે કે સરકાર તેમનું (લોકોનું) સાંભળતી નથી. જો ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર મહાકુંભની આગાહી અને સંચાલનમાં પોતાની ભૂલ સ્વીકારે, તો કદાચ કોઈ ઉકેલ શક્ય છે.