For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

એરલાઇન્સ દ્વારા મુસાફરોની માહિતી SMS દ્વારા શેર કરાશે

06:00 PM Mar 24, 2025 IST | revoi editor
એરલાઇન્સ દ્વારા મુસાફરોની માહિતી sms દ્વારા શેર કરાશે
Advertisement

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ભારતીય એરલાઇન્સ માટે નવી અને કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. DGCA દ્વારા જાહેર કરાયેલા આદેશમાં, ટિકિટ બુક કરાવ્યા પછી તમામ એરલાઇન્સ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આપવામાં આવેલા પેસેન્જર ચાર્ટરની લિંક SMS અથવા વોટ્સએપ દ્વારા મોકલવી ફરજિયાત છે.

Advertisement

નિયમનકારે એરલાઇન્સને ટિકિટ બુક કરાવ્યા પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલય પર ઉપલબ્ધ પેસેન્જર ચાર્ટરની ઓનલાઈન લિંક મુસાફરને સંદેશ (SMS/વોટ્સએપ) તરીકે મોકલવા જણાવ્યું હતું. DGCA એરલાઇન્સને નિર્દેશ આપ્યો છે કે,” તેઓ મુસાફરોને એર ટિકિટની સાથે તેમના અધિકારોની લિંક પણ પ્રદાન કરે.” વધુમાં, ડીજીસીએએ ભારતીય એરલાઇન્સને આદેશ આપ્યો છે કે, તેઓ મુસાફરોને વિલંબ, રદીકરણ, બોર્ડિંગ નકારવામાં આવતા અને સામાન સંબંધિત સમસ્યાઓ અંગેના તેમના અધિકારો વિશે માહિતી આપે. નિયમનકારે એરલાઇન્સને એસએમએસે/વોટ્સએપ, ટિકિટ બુકિંગ અને તેમની વેબસાઇટ દ્વારા ઓનલાઈન પેસેન્જર ચાર્ટરની લિંક શેર કરવા જણાવ્યું છે. જોકે, ઇન્ડિગોએ આ નિર્દેશનો અમલ શરૂ કરી દીધો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement