હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

દિલ્હીમાં વધતી ઠંડી સાથે બગડતી હવાની ગુણવત્તા, મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પાર

12:34 PM Oct 18, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. સવારે અને સાંજે હળવી ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે દિવસ દરમિયાન તડકાને કારણે થોડું ઉષ્ણતામાન અનુભવાય છે. બીજી તરફ હવાની ગુણવત્તા સતત ખરાબ થતી જઈ રહી છે. આનંદ વિહારથી લઈને અક્ષરધામ અને અન્ય વિસ્તારોમાં હવામાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગયું છે.

Advertisement

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 18 ઓક્ટોબરે પણ દિલ્હીમાં હવામાન શૂષ્ક રહેશે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે ગરમી અનુભવાય છે, જ્યારે સાંજના સમયે હળવી ઠંડી છવાય છે. કેટલાક લોકો હજુ પણ પોતાના ઘરમાં એસીનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે બીજા લોકો કમળીઓ કાઢી રહ્યા છે. દિલ્હીમાં હાલ મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 18 થી 21 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. હળવો પવન ફૂંકાઈ રહીયો છે, પરંતુ તેની ગતિ ધીમી છે. ઠંડી વધતાં હવામાં પ્રદૂષણનું સ્તર પણ વધતું જાય છે. દિવાળી પહેલાં જ પ્રદૂષણના વધતા સ્તરને જોતા “ગ્રેપ-વન” અમલમાં મૂકવામાં આવ્યો છે.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવામાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. અનેક વિસ્તારોમાં AQI 350થી વધુ નોંધાયું છે, જે “ખૂબ ખરાબ” શ્રેણીમાં આવે છે. ગુરગાંવ, નોઇડા અને ફરીદાબાદમાં પણ હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદનો કોઈ અંદાજ વ્યક્ત કર્યો નથી, એટલે કે પ્રદૂષણથી રાહત મળવાની શક્યતા હાલ નથી.

Advertisement

દિલ્હીના વિસ્તારોમાં AQI સ્થિતિ ઉપર નજર કરીએ તો આનંદ વિહારમાં 382 (ખૂબ ખરાબ), જહાંગીર પુરીમાં 308 (ખરાબ), વિવેક વિહારમાં 287 (ખરાબ), નરેલામાં 273 (ખરાબ), લોધી રોડવિસ્તારમાં 229 (માધ્યમથી ખરાબ) અને આઈટીઓ વિસ્તારમાં 270 (ખરાબ) જેટલો નોંધાયો હતો. દિવાળી પછી પ્રદૂષણના સ્તરમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલની સ્થિતિને જોતા દિલ્હીનું વાતાવરણ લોકોના આરોગ્ય માટે ચિંતાજનક બની રહ્યું છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article