અમદાવાદ દીપોત્સવી પર્વને લીધે રોડ-રસ્તા પર રંગબેરંગી લાઈટસથી ઝગમગ્યું
- મ્યુનિ. દ્વારા વિવિધ રોડ પર લાઈટિંગ કરાયું,
- શહેરના બ્રિજ પર નવનવી રંગીન લાઈટ્સને નજારો,
- મુખ્ય સર્કલોને પણ સુશોભિત કરાયા
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તાઓ અને તમામ બ્રિજ પર રંગબેરંગી લાઈટ્સથી રોશની કરવામાં આવી છે. જ્યારે કેટલાક વેપારી પેઢીઓ અને સંસ્થાઓ દ્વારા પણ દીપોત્સવીની ઊજવણી માટે પણ રોશની કરવામાં આવતા શહેરના મુખ્ય માર્ગો પર અનોખો નજારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સર્કલ અને બ્રિજ ઉપર તેમજ બ્રિજની નીચે લાઇટિંગ કરવામાં આવ્યું છે. જેનાથી શહેરમાં ઝગમગાટ જોવા મળી રહ્યો છે. શહેરના સિંધુ ભવન રોડ ઉપર આવેલી ખાનગી બિલ્ડીંગો સર્કલ પોલીસ ચોકી વગેરે જગ્યા ઉપર લાઇટિંગ કરી રોશની કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં દિવાળીના તહેવારની ઊજવણીને લઈને આકર્ષક લાઇટિંગથી ઝગમગાટ જોવા મળી રહ્યો છે. એએમસીના લાઇટ વિભાગ દ્વારા શહેરના સર્કલો, બ્રિજ અને જાહેર સ્થળો પર વિશેષ રોશનીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી શહેર પ્રકાશમય બન્યું છે. આ ઉપરાંત, સિંધુ ભવન રોડ જેવા વિસ્તારોમાં આવેલી ખાનગી બિલ્ડીંગો, સર્કલ અને પોલીસ ચોકી જેવી જગ્યાઓ પર પણ રંગબેરંગી લાઇટિંગથી તહેવારનો ઉત્સાહ બમણો થયો છે.
એએમસીના લાઇટ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના મુખ્ય સર્કલો અને બ્રિજ પર ખાસ લાઇટિંગની વ્યવસ્થા કરી છે, જેમાં રંગબેરંગી લાઇટ્સથી શહેરની રોનક વધી છે. સિંધુ ભવન રોડ પરની ખાનગી બિલ્ડીંગો અને આસપાસના વિસ્તારોમાં પણ માલિકોએ પોતાની રીતે રોશનીની સજાવટ કરી છે, જેથી રાતના સમયે રંગબેરંગી લાઈટ્સનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. આ લાઇટિંગથી શહેરના રસ્તાઓ અને જાહેર સ્થળો પર રાત્રીના સમયે ઉત્સવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે નાગરિકો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.