અમદાવાદનો ગાંધી આશ્રમ રોડ 9મી નવેમ્બરથી કાયમી બંધ થશે
- સાબરમતી ગાંધી આશ્રમનું રિનોવેશન કામ 2026માં પૂર્ણ થશે,
- ગાંધી આઅશ્રમ જવા માટે રસ્તો બનાવાયો,
- ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ માટે CMની અધ્યક્ષતામાં બેઠક મળશે
અમદાવાદઃ શહેરમાં સાબરમતી ગાંધી આશ્રમના કરોડોના ખર્ચે રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યુ છે. તેને લીધે ગાંધી આશ્રમ રોડ 9મી નવેમ્બરથી કાયમી માટે બંધ કરી દેવામાં આવશે. હાલ ગાંધી આશ્રમ જવા માટે એક અન્ય રૂટ શરૂ કરાયો છે અને બે નવા પાર્કિંગ પ્લોટ પણ બનાવી દેવામાં આવ્યા છે. નવેમ્બર માસના બીજા સપ્તાહમાં સરકાર સાથે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ મુદ્દે બેઠક યોજાશે,
સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ છે. ગાંધી આશ્રમના મુલાકાતીઓ માટે બે નવા પાર્કિંગ પ્લોટ બનાવાયા છે. જ્યાંથી સીધા આશ્રમ જવા માટે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં રાજ્ય સરકાર સાથે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ અંગે બેઠક યોજાશે. સાબરમતી આશ્રમનું નવીનીકરણને લીધે તા. 9 નવેમ્બર, 2024 પછી ગાંધી આશ્રમ રોડ કાયમી માટે બંધ થઈ જશે. આ રસ્તો બંધ કરતાં પહેલાં એક રૂટ શરૂ કરવામાં આવ્યો છે. આ રસ્તા દ્વારા લોકો ગાંધી આશ્રમની મુલાકાત લઈ શકશે.
આ ઉપરાંત ગાંધી આશ્રમમાં જવા માટે હાલ બે નવા પાર્કિંગ પ્લોટ પણ બનાવી દેવામાં આવ્યા છે. આ પાર્કિંગ પ્લોટમાંથી જ સીધો આશ્રમમાં જવા માટે રસ્તો બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમજ હાલમાં જે પાર્કિંગ છે એ મોટું કરવામાં આવશે. આશ્રમ રોડ બંધ કરીને આખો રસ્તો એક કરી દેવામાં આવશે. 322 એકરનું સીમાક્ષેત્ર છે, જેમાં 18 મીટરના નવા 2 રસ્તા અને 30 મીટરનો એક રસ્તો મળીને કુલ 3 રસ્તા બનાવાયા છે. એના થકી આશ્રમ રોડ (ગાંધી આશ્રમ)તરફ આવતા ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવશે.હાલ 18 મીટરનો એક રસ્તો શરૂ કરવામાં આવ્યો છે. બીજો રસ્તો ચંદ્રભાગા રિવ્યૂલેટ પર પુરાણ કરીને રસ્તો બનાવી શકાશે. 30 મીટરનો નવો રસ્તો બનાવવા માટે હાલ પ્લાનિંગ ચાલી રહ્યું છે.