For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદઃ સાયન્સ સિટી ખાતે ટેક એકસ્પો ગુજરાત 2024 નું આયોજન

05:44 PM Dec 16, 2024 IST | revoi editor
અમદાવાદઃ સાયન્સ સિટી ખાતે ટેક એકસ્પો ગુજરાત 2024 નું આયોજન
Advertisement

અમદાવાદઃ શહેરના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે તા. 20 અ 21મી ડિસેમ્બરના રોજ ટેક એકસ્પો ગુજરાતઃ એક પ્રીમિયર ટેકનોલોજી શોકેસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  અત્યાધુનિક ઉકેલો દર્શાવતું વ્યાપક ટેકનોલોજી પ્રદર્શનમાં એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર (ERP, CRM, HRMS), IOT, કોમ્પ્યુટર વિઝન, AI અને ઓટોમેશન, એકાઉન્ટિંગ સિસ્ટમ્સ, વેબસાઇટ વિકાસ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ડિજિટલ માર્કેટિંગ સેવાઓને લઈને પ્રદર્શન યોજાશે.

Advertisement

આ ટેક એકસ્પો ગુજરાતમાં પ્રતિષ્ઠિત વક્તા સોનુ શર્મા (બિઝનેસ એન્ડ મોટિવેશનલ સ્પીકર), જ્ઞાનવત્સલ સ્વામી, સવજીભાઈ ધોળકિયા (પદ્મશ્રી એવોર્ડી, હીરા ઉદ્યોગના દિગ્ગજ), ચૈત્રક શાહ (સંસ્થાપક અને એમડી, શિવાલિક, ગ્રુપ, ચેરમેન CREDAI - અમદાવાદ), જૈમિન શાહ (સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ, ટાઈ અમદાવાદ, કો-ચેરમેન એસોચેમ ગુજરાત), યશ વસંત (વસંત જૂથ, BNI), ભરત પટેલ (સેક્રેટરી જનરલ KCCI), નચિકેત પટેલ (ડિજીકોર્પના સહ-સ્થાપક) માર્ગદર્શન આપશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement