હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ડિઝિટલ એરેસ્ટ કર્યોનો ડર બતાવીને રૂપિયા પડાવતી ગેન્ગને અમદાવાદ પોલીસે દબોચી

02:06 PM Jan 17, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ રાજ્યમાં ડિઝિટલ એરેસ્ટ કર્યોનો ડર બતાવીને મોબાઈલ પર ફોન કરીને ઓનલાઈન લોકોને ઠગવાના બનાવો વધી રહ્યા છે. આ સંદર્ભે લાકાને જાગૃત કરવા અખબારોમાં જાહેર-ખબરો પણ આપવામાં આવે છે. તેમજ સોશ્યલ મીડિયા દ્વારા પણ લોકોને આવા ઠગ લોકોથી ન છેતરાવવા જાગૃત કરવામાં આવે છે. છતાંયે પણ ભણેલા-ગણેલા લોકો જ ઠગ ટોળકીનો ભાગ બની રહ્યા છે. દરમિયાન અમદાવાદ પોલીસે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી વાત કરું છું અને મની લોન્ડરિંગનો કેસ થયો છે તેમ જણાવી ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગને દબોચી લીધી છે. પકડાયેલા આરોપીમાંથી મુખ્ય આરોપી પ્રિન્સ ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલો છે. જે ચાઈનીઝ નંબરોનો ઉપયોગ કરીને લોકો પાસેથી ભાડે લીધેલા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. ડિજિટલ એરેસ્ટમાંથી નીકળવા માટે આરોપીઓ ઓનલાઈન વકીલની પણ સગવડ કરી આપવાની વાત કરતા હતા. પોલીસને 14 જેટલા અલગ અલગ એકાઉન્ટ મળ્યા છે અને રાજ્ય દેશમાંથી 54 જેટલી ફરિયાદો થઈ છે. આરોપીઓ US ડોલરમાં પણ પૈસા કન્વર્ટ કરાવતા હતા.

Advertisement

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 98,000 પડાવ્યા હોવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે ટેકનિકલ એનાલિસિસ કરી પોલીસ દ્વારા મૂળ જૂનાગઢના રહેવાસી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. સાયબર ક્રાઈમ કરતી ઠગ ગેન્ગ મોબાઈલ પર ફોન કરીને પોતાનો શિકાર શોધી લેતી હતી. અને સામેની વ્યક્તિને અમે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી વાત કરીએ છીએ અને મની લોન લોન્ડરિંગનો કેસ થયો છે એવી ધમકી આપી અને ડિજિટલ એરેસ્ટ કર્યા બાદ તેઓની પાસેથી પૈસા પડાવતા હતા. જો ડિજિટલ એરેસ્ટમાંથી છૂટવું હોય તો તેઓને ઓનલાઇન વકીલ પણ કરી આપતા હતા.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૂળ જુનાગઢનો અને નિકોલ વિસ્તારમાં શાંતિ નિકેતન 1માં રહેતો પ્રિન્સ રવિપરા (પટેલ) કૌભાંડનો માસ્ટરમાઈન્ડ છે. આરોપી પ્રિન્સ બેન્ક એકાઉન્ટ ભાડે લેતો હતો. બે લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે લઇ તેઓને પાંચથી દસ હજાર રૂપિયા આપતો હતો. જેમને પણ ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા હતા તેઓના આ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ત્યાર બાદ તે બેન્ક એકાઉન્ટની વિગત ચાઈનીઝ નંબરોના પ્રોસેસરને મોકલી આપતો હતો. યુએસ ડોલર ખરીદી અને તેમના એકાઉન્ટમાં વધુ રકમ આપતો હતો. વચ્ચે રહેલા એજન્ટને પણ પૈસા ચૂકવતો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જે 4 આરોપીને પકડી લીધા છે. જેમાં પકડાયેલા આરોપીઓમાં આરોપી તનવીર અને સાહિલ બંને રિક્ષા ચલાવે છે અને તેઓના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપી પ્રિન્સ ચાઈનીઝ ગેંગ સંકળાયેલો છે અને તેના મોબાઈલમાંથી ગુજરાત સહિત અન્ય રાજ્યોના અને વિદેશના નંબરો પણ મળી આવ્યા છે. આરોપી પ્રિન્સ અને જૈમિન ગોસ્વામી પણ 44થી ચાઈનીઝ મોબાઈલ નંબરો વાપરતા હતા. આરોપીઓએ બાયનાસ એપ્લિકેશન અને ટેલિગ્રામ મારફતે ચાઈનીઝ પ્રોસેસરોનો સંપર્ક કર્યો હતો. આરોપી પ્રિન્સ ગુગલ ટ્રાન્સલેટ મારફતે ચાઈનીઝ લેંગ્વેજ શિખતો હતો.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaraticaughtCyber ​​fraud gangGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article