અમદાવાદઃ રેલવે સ્ટેશન ઉપર મુસાફર એટીવીએમ મારફતે અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકશે
અમદાવાદઃ લવેની ટિકિટ માટે લાંબી લાઈન અને ભીડનો મોટાભાગે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે અમદાવાદના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે એક ખાસ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર એટીવીએમ મારફતે જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકાય છે.
પ્લેટફોર્મ ટિકિટ અને સિઝન ટિકિટ મેળવવા માટે કરી શકે છે
એટીવીએમ (ઓટોમેટિક ટિકિટ વેન્ડિગ મશીન) એક અદ્યતન અને વપરાશકર્તાઓ માટે ખાસ સિસ્ટમ છે. જેનો ઉપયોગ મુસાફરો એ યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને સિઝન ટિકિટ મેળવવા માટે કરી શકે છે. આ મશીન ઉપયોગમાં અત્યંત સરળ છે. તેથી મુસાફરો સરળતાથી પોતાની ટિકિટ મેળવી શકે છે. મુસાફરો ટિકિટ ખરીદવા માટે ડિજિટલ ભૂગતાનનો પણ ઉપયોગ કરી શકો છો.
સ્માર્ટ કાર્ડ બેલેન્સની લઘુત્તમ મર્યાદા 50/- રૂપિયા છે
મુસાફરો સ્માર્ટ કાર્ડ યૂટીએસ કાઉન્ટરથી મેળવી શકે છે અને ત્યાંથી રિચાર્જ કરી શકે છે. સ્માર્ટ કાર્ડ પર દરેક રિચાર્જ ઉપર 3% નું બોનસ આપવામાં આવે છે. સ્માર્ટ કાર્ડ બેલેન્સની લઘુત્તમ મર્યાદા 50/- રૂપિયા છે અને મહત્તમ મર્યાદા 20,000/- રૂપિયા છે. સ્માર્ટ કાર્ડ માટે મહત્તમ રિચાર્જ રકમ 19,400/- રૂપિયા નિશ્ચિત કરવામાં આવ્યું છે. આ સુવિધા મારફતે મુસાફરો સરળતાથી અને ઝડપથી પોતાની યાત્રા ટિકિટ મેળવી શકે છે, અને તેમના માટે પરિવહન સુવિધાઓ વધુ સુલભ થઈ ગઈ છે.