For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બોડકદેવ, આંબલી સહિતના 7 પ્લોટ્સનું વેચાણ કરાશે

05:38 PM Aug 14, 2025 IST | Vinayak Barot
અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા બોડકદેવ  આંબલી સહિતના 7 પ્લોટ્સનું વેચાણ કરાશે
Advertisement
  • રહેણાંક હેતુ માટેના ત્રણ , સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેના ચાર પ્લોટની હરાજી કરાશે,
  • પ્લોટ્સ કાયમી વેચાણથી મ્યુનિને અંદાજે 440 કરોડથી વધુ આવક થશે,
  • મ્યુનિ.એ અગાઉ મોટેરા અને ચાંદખેડાના બે પ્લોટ વેચ્યા હતા

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સત્તધિશો વિકાસ માટે ભંડોળ ઊભુ કરવાના હેતુથી કિંમતી પ્લાટ્સ વેચવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના રીઝર્વ પ્લોટો શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા છે. આ પૈકી બોડકદેવ, ચાંદખેડા તથા આંબલી સહીતના વિસ્તારમાં આવેલા સાત પ્લોટનુ વેચાણ કરાશે. રહેણાંક હેતુ માટેના ત્રણ તેમજ સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેના ચાર મળી કુલ સાત પ્લોટના વેચાણ માટે ઈ-ઓકશન કરી કાયમી ધોરણે વેચાણ કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મંજૂરી માટે મુકવામા આવી છે.આ પ્લોટોના કાયમી વેચાણથી મ્યુનિ. કોર્પોરેશનને અંદાજે 440 કરોડથી વધુ આવક થવાની સંભાવના છે. મે મહીનામાં મોટેરા અને ચાંદખેડાના બે પ્લોટ વેચાયા હતા.બાકીના સાત પ્લોટ વેચાયા નહોતા.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના બોડકદેવ અને આંબલી વોર્ડમાં રહેણાંક હેતુ માટેના કુલ ત્રણ તથા ઝુંડાલ, ગોતા તથા સોલા -હેબતપુર વિસ્તારમાં સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેના કુલ ચાર પ્લોટ વેચવા માટે જાહેર હરાજી કરાશે.આ અગાઉ મે મહીનામાં મોટેરા અને ચાંદખેડાના બે રહેણાંક હેતુ માટેના પ્લોટ વેચાયા હતા.આ બંને પ્લોટની મૂળ કિંમત રુપિયા 112 કરોડ સામે કોર્પોરેશનને રુપિયા 117 કરોડની આવક થઈ હતી.બોડકદેવ, થલતેજ અને શીલજ ઉપરાંત વટવા અને નિકોલના પ્લોટ વેચાણથી લેવા કોઈ બીડરે તૈયારી બતાવી નહોતી. હવે બોડકદેવ, ચાંદખેડા તથા આંબલી સહીતના વિસ્તારમાં આવેલા સાત પ્લોટનુ વેચાણ કરાશે. રહેણાંક હેતુ માટેના ત્રણ તેમજ સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેના ચાર મળી કુલ સાત પ્લોટના વેચાણ માટે ઈ-ઓકશન કરી કાયમી ધોરણે વેચાણ કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મંજૂરી માટે મુકવામા આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement