For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચૂટણીને લીધે એક મહિનો વહેલું બજેટ રજુ કરાશે

04:36 PM Oct 28, 2025 IST | Vinayak Barot
અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા ચૂટણીને લીધે એક મહિનો વહેલું બજેટ રજુ કરાશે
Advertisement
  • એએમસીએ બજેટ અંગે નાગરિકો પાસે સુચનો માંગ્યા,
  • 30 ઓક્ટોમ્બર સુધી નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે સુચનો મોકલી શકાશે,
  • નાગરિકોના સુચનોને બજેટમાં સમાવાશે,

અમદાવાદઃ રાજ્યમાં મ્યુનિ.કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ગણતરીના મહિના બાકી રહ્યા છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યાજાય તેવી શક્યતા છે. ત્યારે એએમસીના સત્તાધિશો દ્વારા ચૂંટણીના એક મહિના પહેલા જ વર્ષ 2026-27ના વર્ષનું બજેટ રજુ કરવામાં આવે તેવી શકય્તા છે, એએમસી દ્વારા શહેરના નાગરિકો પાસે બજેટ અંગે સૂચનો માગવામાં આવ્યા છે.  નાગરિકો આજથી એટલે કે, 28મીથી 31 ઓક્ટોબર સુધીમાં સુચનો મોકલી શકે છે.

Advertisement

ગુજરાતમાં  આગામી ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એએમસી દ્વારા બજેટ રજૂ થાય છે. જોકે, ચાલુ વર્ષે ચૂંટણી હોવાના પગલે એક મહિનો વહેલા બજેટ રજૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂંટણીના વર્ષ 2026-27ના બજેટમાં નાગરિકોને પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા જોઈએ છે, તેના માટે સૂચન મંગાવવામાં આવ્યા છે. શહેરીજનોને પુરી પાડવામાં આવતી વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી, લાઈટ, બાગ બગીચા, સફાઈ અને વિકાસનાં કામો વગેરે બાબતોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો આજે 28થી 30 ઓક્ટોમ્બર સુધીમાં નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે amcbudget202627@gmail.com પર પોતાના સૂચનો મોકલી શકે છે.

આ અંગે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના વાર્ષિક બજેટમાં નાગરિકોને તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓથી લઈને વિકાસના કામો માટે સૂચનો મંગાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ બજેટમાં માટે નાગરિકોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. શહેરીજનો દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાનમાં રાખી અને જે મુદ્દાઓ સમાવિષ્ટ કરવા લાયક હશે તેને કોર્પોરેશન દ્વારા આગામી બજેટમાં ધ્યાનમાં લેવામાં આવશે.

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે વર્ષ પહેલાં વાર્ષિક બજેટ રજૂ કરતાં પહેલાં નાગરિકો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં નાગરિકોએ પોતાના સૂચન આપ્યા હતા અને તેમાંથી 10 ટકા જેટલા સૂચનોને માન્ય રાખીને બજેટમાં તેનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. બાકીના સૂચનો જે ફરિયાદો મુજબ નિકાલો પણ કરવામાં આવ્યા હતા. રોડ-રસ્તા ગટર પાણી સહિતની મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ અંગેના સૂચનો કર્યા હતા. કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિને લઈને પણ નાગરિકોએ સૂચન કર્યા હતા કે, કઈ રીતે રેવન્યુ કોર્પોરેશનની વધી શકે છે. ​​​​​​​

Advertisement
Tags :
Advertisement