For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને 10 મહિનામાં ટેક્સની આવક 1680 કરોડ

05:28 PM Jan 18, 2025 IST | revoi editor
અમદાવાદ મ્યુનિ  કોર્પોરેશનને 10 મહિનામાં  ટેક્સની આવક 1680 કરોડ
Advertisement
  • ગયા વર્ષ કરતા 150 કરોડની વધુ આવક
  • મ્યુનિને પ્રોપર્ટી ટેક્સની આવક 1290 કરોડ થઈ
  • નાણાકીય વર્ષના અંત સુધીમાં 2400 કરોડની આવકનો અંદાજ મુકાયો

અમદાવાદઃ મેગા સિટી ગણાતા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત ટેક્સની આવક છે. વર્ષો પહેલા ઓકટ્રોયની મુખ્ય આવક ગણાતી હતી. ઓકટ્રોય બંધ કરાયા બાદ હવે પ્રોપર્ટી ટેક્સની મુખ્ય આવક ગણાય છે. આ ઉપરાંત પ્રોફેશનલ ટેક્સ, વાહન વેરો સહિત અન્ય વેરાઓની આવક પણ થતી હોય છે. દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વિહિકલ સહિતના ટેક્સની આવક રૂ. 1780 કરોડની આસપાસ અંદાજવામાં આવે છે. જોકે નાણાકીય વર્ષ 2024-25માં 17 જાન્યુઆરી 2025 સુધીમાં એએમસીની કુલની આવક 1678 કરોડે પહોંચી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક 1290 કરોડ છે. પ્રોફેશનલ ટેક્સની રૂ. 206.91 કરોડ અને વિહિકલ ટેક્સની આવક રૂ. 180.98 કરોડ થઈ છે. TFS ચાર્જના 17.18 કરોડ મળ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં મ્યુનિની ટેક્સની આવકનો અંદાજ 2700 કરોડ છે જોકે અત્યાર સુધીમાં માત્ર 60થી 65 ટકા જેટલી જ ટેક્સની આવક થઈ છે.

Advertisement

એએમસીના રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ કહ્યુ હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સની આવક વધારવા માટે એડવાન્સ રિબેટ સ્કીમ લાવવામાં આવે છે જોકે હજી સુધી આ સ્કીમ લાવવામાં આવી નથી જે અંગે મંથન ચાલી રહ્યું છે.  ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 17 જાન્યુઆરી સુધીમાં 1680 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ગત વર્ષના આ સમય સુધીમાં 150 કરોડ એટલે કે 10 ટકા જેટલી વધુ થઈ છે. ચાલુ વર્ષે આવક 2300 કરોડની આસપાસ થઈ શકે તેવી શક્યતા છે.

એએમસીના ટેક્સ વિભાગ સૂત્રોના કહેવા મુજબ દર વર્ષે નાણાકીય બજેટમાં આવકનો અંદાજ મૂકવામાં આવતો હોય છે જેમાં વર્ષ 202425 દરમિયાન 2700 કરોડનો આવકનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જેની સામે 17 જાન્યુઆરી 2025 સુધીમાં 60થી 65 ટકા એટલે કે 1,680 કરોડ જેટલી આવક થઈ છે. નાણાકીય વર્ષ પૂર્ણ થતા સુધીમાં 2400 કરોડ સુધીની આવક થાય તેવો અંદાજ છે. નાણાકીય વર્ષના અંતના મહિના એટલે કે માર્ચ મહિનામાં ટેક્સની આવક ખૂબ વધતી હોય છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચાલુ વર્ષે 90 ટકા ટેક્સની આવક થાય તેના માટે અધિકારીઓને સુચના આપી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement