For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈવેને હાઈસ્પિડ કોરીડોર તરીકે ડેવલોપ કરાશે

06:06 PM Nov 19, 2024 IST | revoi editor
અમદાવાદ મહેસાણા પાલનપુર હાઈવેને હાઈસ્પિડ કોરીડોર તરીકે ડેવલોપ કરાશે
Advertisement
  • મુખ્યમંત્રીએ સરસ્વતી નદી પરના બ્રિજ માટે 145 કરોડ ફાળવ્યા,
  • સરસ્વતી નદી પરનો હયાત ટુ લેન બ્રિજ 1959માં બનાવેલો છે,
  • હાઈસ્પિડ કોરીડોરથી મુસાફરી સરળ બનશે

અમદાવાદઃ ગુજરાતમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રોડ-રસ્તાઓને પહોળા કરવાથી લઈને વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.  જેમાં અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈવેને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનાવાશે. મુખ્યમંત્રીએ બ્રિજ નિર્માણ માટે રૂ. 145 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે.

Advertisement

રાજસ્થાનથી પાલનપુર થઈને અમદાવાદ સુધીના નેશનલ હાઈવે પર રોજબરોજ ટ્રાફિક વધતો જાય છે. વાહનોથી હાઈવે 24 કલાક ધમધમતો હોય છે. હાઈવે પરના ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે થરાદથી અમદાવાદ સુધી ભારત માળા પ્રોજેક્ટ અન્વયે નવો જ હાઈવે બનાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત હાલ પાલનપુ-મહેસાણા-અમદાવાદ વચ્ચેના હાઈવેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં મહેસાણા-ઊંઝા-સિધ્ધપુર-પાલનપુર સ્ટેટ હાઇવે પર સિધ્ધપુર તાલુકાની સરસ્વતી નદી પર નવા ફોર લેન મેજર બ્રિજ નિર્માણ માટે 145 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.   સરસ્વતી નદી પરનો હયાત ટુ લેન બ્રિજ 1959માં બનાવવામાં આવેલો છે. એટલું જ નહીં, વધતા જતા વાહન વ્યવહારને પહોંચી વળવા સાંકડા પૂલની જગ્યાએ સિક્સ લેન રોડને અનુરૂપ જુના ફોર લેન બ્રિજની જમણી તરફ આ નવો ફોર લેન મેજર બ્રિજ નિર્માણ પામશે. આ બ્રિજનું નિર્માણ થતાં ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વિસ્તારને  સમય અનુરૂપ સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઝડપી અને સલામત રસ્તાની સુવિધાઓ પણ મળતી થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement