For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ: એસપી રીંગ રોડ પર કચરો ફેંકનાર પાસે વસૂલવામાં આવશે દંડ

02:58 PM Oct 26, 2024 IST | revoi editor
અમદાવાદ  એસપી રીંગ રોડ પર કચરો ફેંકનાર પાસે વસૂલવામાં આવશે દંડ
Advertisement
  • દિવાળી બાદ સ્કવોર્ડ શરૂ કરીને દંડ વસુલવાનો નિર્ણય લેવામાં આવ્યો
  • શહેરની ફરતે આવેલ ગામડાઓના જળસ્તર ઉંચા આવે તે માટે જળાશયો ઊભા કરાશે

અમદાવાદઃ શહેરી વિકાસ સત્તા મંડળની ઉચ્ચ અધિકારીઓની બોર્ડ મીટીંગ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારશન ના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા,  જેમાં ઔડા દ્વારા નિર્મિત અમદાવાદ શહેરને ફરતે આવેલ સરદાર પટેલ રિંગરોડ પર કચરો ફેંકનાર અને ગંદકી ફેલાવનાર પાસેથી દંડ વસૂલવાથી લઈને મિલકત સીલ કરવાનો નિર્ણય બોર્ડ મિટિંગમાં લેવામાં આવ્યો હતો. દિવાળી બાદ સ્કવોર્ડ શરૂ કરીને દંડ વસુલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરી વિકાસ સત્તા મંડળની કચેરીમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરની ફરતે આવેલ ગામડાઓના જળસ્તર ઉંચા આવે તે માટે જળાશયો ઊભા કરવાની પણ બોર્ડ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સફાઈને લઈને વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં લોકોને સ્વચ્છતા અને સફાઈને લઈને લોકોમાં સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ગંદકી ફેલાવનાર સામે પગલા લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં મનપા દ્વારા સફાઈને લઈને વિવિધ એકમોમાં તપાસ કરવામાં આવી રહી છે, એટલું જ નહીં ગંદકી કરનાર એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યભરમાં પાણીના સ્તરમાં વધારો કરવા  માટે કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement