For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

એપ્રિલમાં લોન્ચ થશે 'અમદાવાદ કેમ' એપ, ગંદકી કરતાં લોકોના ફોટા પાડો અને મેળવો ગિફ્ટ...

06:14 PM Mar 08, 2025 IST | revoi editor
એપ્રિલમાં લોન્ચ થશે  અમદાવાદ કેમ  એપ  ગંદકી કરતાં લોકોના ફોટા પાડો અને મેળવો ગિફ્ટ
Advertisement

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા જાળવવા માટે એક નવી એપ્લિકેશન શરૂ કરી છે. જેમાં ગંદકી ફેલાવનાર અથવા જાહેર માર્ગ પર થૂંકનારનો ફોટો પાડીને 'અમદાવાદ કેમ' એપ્લિકેશન પર અપલોડ કરીને ફરિયાદ કરવાની રહેશે. કોર્પોરેશન દ્વારા ગંદકી ફેલાવનાર વ્યક્તિને દંડ ફટકારવામાં આવશે. આ એપ્લિકેશનો લાભ એપ્રિલ મહિનાથી લઇ શકાશે.

Advertisement

વધુમાં વધુ લોકો આ એપ્લિકેશન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરે તે માટે ગિફ્ટ પણ આપવામાં આવશે. એપ્લિકેશનમાં બીજા અન્ય મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. જેમાં ટ્રાફિકને લગતા મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે નો પાર્કિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ટ્રાફિક સહિતની સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે. સામાન્ય નાગરિક જે સ્થળેથી ફોટો પાડશે તેનું ઓટોમેટિક લોકેશન આવી જશે અને નિયમોનો ભંગ કરનારને ઘરે નોટીસ મોકલી આપવામાં આવશે.

હાલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતાં રેકડીવાળા, રેસ્ટોરેન્ટ અને હોટલોવાળાને ઘટનાસ્થળ દંડ ફટકારી વસૂલવામાં આવે છે. અમદવાદ કોર્પોરેશનની આ નવી પહેલથી લોકોમાં કેટલી જાગૃતતા આવે છે અને કેટલી સફળતા મળે છે તે તો આગામી સમય જ બતાવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement